Surat: અઠવાલાઇન્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ દ્વારા આયોજીત સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જવેલરી પ્રદર્શન-૨૦૨૪ માં ત્રણ દિવસમાં ૧,૫૦૦થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને દર કલાકે લકી ડ્રોમાં ૧૦૦ જેટલા વિઝીટર્સને ચાંદીના સિક્કા મળ્યા હતા.
Surat: ચેમ્બર આયોજીત એક્ઝિબીશનમાં ત્રણ દિવસમાં ૧૧,૫૦૦થી વધુ વિઝીટર્સ અને લોકસભાના દંડક ધવલ પટેલે મુલાકાત લીધી
ઇન્ડોર સ્ટેડિયમમાં ફિલ્મ અભિનેત્રી ઈશા દેઓના હસ્તે ખુલ્લા મુકવામાં આવેલા સ્પાર્કલ એક્ઝિબીશમાં ત્રણ દિવસમાં અંદાજે ૧૧,૫૦૦ થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. તેમાં પણ ખાસ કરીને રવિવારે એક્ઝિબીશનમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે પણ સ્પાર્કલની મુલાકાત લઈ અવનવી જવેલરી નિહાળી હતી.
ચેમ્બર પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે એક્ઝિબીશનમાં એનઆરઆઈ સહિતના ખરીદારોને વેડિંગ જવેલરી લુક સાથેનું સિલેક્શન એક જ સ્થળે મળી ગયું હતું. એક્ઝિબીશનમાં નવા રિયલ રૂબી (બર્મા રૂબી) અને રિયલ પોલ્કીમાં હાઈ કવોલિટી સાથેની જવેલરી મુકાઈ હતી. કલર સ્ટોન સાથેની જવેલરી ઉપરાંત હાઈ | રેન્જ બ્રાઈડલ કલેકશન લાઈટવેટ જવેલરી અને હેરીટેજ જવેલરી તથા દર કલાકે વિઝીટર્સ લકી ડ્રોમાં ચાંદીના સિક્કા આપવામાં આવ્યા તેનું પણ ભારે | આકર્ષણ જોવા મળ્યું હતું.