Suratના વિવિધ વિસ્તારોમાં ચોમાસા બાદ શરૂ થયેલા વિવિધ કામોમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારીને લીધે દુર્ઘટનાઓ સર્જાય રહી છે ત્યારે પાલ પાલનપોર ગૌરવપથ ઉપર વિવિધ કોન્ટ્રાક્ટરો દ્વારા છેલ્લા ૧૦ દિવસમાં ચાર વખત ગેસલાઈનમાં ભંગાણ કરાતા સેંકડો પરિવાર બાનમાં મુકાઈ રહ્યા છે.

Surat: ૧૦ દિવસમાં ચાર વખત ગેસ લાઈન તોડી: નવા વર્ષના પહેલા જ દિવસે પડેલું ભંગાણ ૨૪ કલાક બાદ રીપેર થયું

સુરતના વિવિધ વિસ્તારોમાં ચોમાસા બાદ શરૂ થયેલા વિવિધ કામોમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારીને લીધે દુર્ઘટનાઓ સર્જાય રહી છે.ગોડાદરામાં લાગેલી આગમાં પરિવાર દાઝી જતા બે બાળકોના મોત નીપજ્યા છે.આવી ઘણી ઘટનાઓમાં ડ્રેનેજ, પાણીની લાઈન, સીસીટીવી કેમેરાની લાઈન કે રસ્તો બનાવવાની કામગીરી કરતા કોન્ટ્રાકટરો ત્યાંથી પસાર થતી ગેસલાઈન કે વીજલાઈન અંગે ગંભીરતા દાખવતા ન હોય દુર્ઘટના સર્જાય છે.સુરતના પોશ વિસ્તાર પાલ પાલનપોર ગૌરવપથ ઉપર હાલ ઠેરઠેર વિવિધ કામો માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

પરંતુ આ વિસ્તારમાં જુદાજુદા કોન્ટ્રાકટરો ગેસ કંપની સાથે સંકલન કર્યા વિના આડેધડ ખોદકામ કરતા હોય વીતેલા ૧૦ દિવસમાં ચાર વખત અહીં ગેસલાઈનમાં ભંગાણને લીધે સપ્લાય બંધ થયો હતો. ગેસલાઇનમાં ભંગાણને પગલે આગ લાગતા ફાયરબ્રિગેડ તરત દોડીને સ્થિતી કાબુમાં તો લાવે છે. પણ બાદમાં ગેસપ્રવાહ ફરી શરૂ કરતા કંપનીને કલાકો લાગે છે. નવા વર્ષના પહેલા જ દિવસે ભેંસાણ ચાર રસ્તા પાસે સીસીટીવી કેમેરા માટે ખોદકામ વેળા ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હતી અને તે સમયે બંધ થયેલી ગેસલાઈ ૨૪ કલાક બાદ શરૂ થતા અહીંના સેંકડો પરિવારે તકલીફ સહન કરવી પડી હતી. સવારે કડકડતી ઠંડીમાં બાળકોએ સ્કુલે જતી વેળા ઠંડા પાણીથી નહાવું પડયું હતું. જયારે રસોઈ બનાવવામાં અગવડને લીધે ગૃહિણીઓએ રેસ્ટોરન્ટમાંથી | જમવાનું મંગાવવાની નોબત આવી હતી.