Surat: અમદાવાદ-મુંબઇ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સચિન નજીક વકતાણા ગામની સાઇટ ઉપરથી અંદાજે રૂ. ૧૨.૪૨ લાખની લોખંડની ચેનલ ચોરી કરનાર ટેમ્પો ચાલક સહિત ત્રણ અજાણ્યા વિરૂધ્ધ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ત્રણ ચોર ટેમ્પો લઈને આવ્યા હતાઃ ચેનલ, સ્ટોપર ઉપરાંત વરસાદમાં ફોકસના વાયર કાપી ચોરી ગયા હતા
Surat: અમદાવાદ-મુંબઇ વચ્ચે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ એલ એન્ડ ટી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા પ્રોજેક્ટ સાઈટ ઉપર સરસામાનના દેખરેખ માટે શ્રી બાલાજી સિક્યુરીટી સર્વિસને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત ગત ૧૪ સપ્ટેમ્બરની મોડી રાતે ધોધમાર વરસતા વરસાદ વચ્ચે ટેમ્પો લઇ ત્રણ જણા આવ્યા હતા.
જે પૈકી બે જણાએ ચાલુ વરસાદમાં ફોકસ લાઈટનો વાયર કાપી અલગ-અલગ સાઈઝની ચેનલ અને સ્ટોપર પ્લેટ અંદાજે ૨૭૭ નંગ કિંમત રૂ. ૧૨.૪૨ લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા. ચોરી કરવા આવનાર ચોર ઉપર સિક્યુરીટી ગાર્ડ જ્ઞાનેન્દ્રસિંહ યાદવની નજર પર્શી હતી પરંતુ ધોધમાર વ વરસાદ અને અંધારૂ હોવાથી તેમને પડકાર્યા ન હતા અને તુરંત જ સુપરવાઈઝર દિનેશ યાદવને જાણ કરી હતી. દરમિયાનમાં ગત રોજ સચિન પોલીસમાં ત્રણ અજાણ્યા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.