Surat: સુરતીઓના આરાધ્ય દેવ એકદંતની આજે શહેરભરમાં રંગેચંગે સ્થાપ્રા સાથે ગણેશોત્સવ શરૃ થઈ રહ્યો છે. આ વખતે ગણપતિ બાપ્પાની ૮૦ હજારથી વધુ નાની-મોટી પ્રતિમાઓ બિરાજમાન થશે. Suratમાં આજે ધર્મ, સમાજ અને સંસ્કૃતિના દર્શન સાથે થઈ રહેલી ઉજવણીની શરૃઆત વર્ષ ૧૯૩૩માં સ્વરાજને મુદ્દે થઈ હતી. ખપાટીયા ચકલા વિસ્તારમાં રહેતા સ્વ. ગણપતરાવ સૂરવેએ અહીં આવેલી ચંદાવાડીમાં શહેરનો સૌથી પહેલો સાર્વજનિક ગણેશોત્સવ ઉજવાયો હતો. દસ દિવસ બાપ્પાની આરાધના કરી અનંત ચઉદશને દિવસે તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યુ હતું.

Surat: ૯૧ વર્ષ પહેલા સ્વરાજ માટે સૂર ઉઠતા સ્વ. ગણપતરાવ સૂરવેએ ચંદાવાડીમાં દસદિવસ ગણેશોત્સવ ઉજવી સુરતીઓમાં એકતાની ભાવના જગાવી હતી.વર્તમાન સમયે ગણેશોત્સવ સનાતન ધર્મનું પ્રતિક બન્યો છે. દેશના ધાર્મિક સ્થાનોની આબેહૂબ પ્રતિકૃતિ ઉપસ્થિત કરી શ્રધ્ધા અને ભક્તિનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. શ્રીજીની સાથોસાથ રામમંદિર હોય કે દ્વારિકા, બાર જ્યોર્તિલીંગ, અમરનાથ અને અષ્ટવિનાયકના દર્શન કરી ભક્તો ભાવવિભોર થઈ રહ્યાં છે.

આજે Suratમાં સનાતન ધર્મની થીમ ઉપર ગણેશોત્સવના થઈ રહેલા આયોજનની શરૃઆત સ્વરાજને મુદ્દે થઈ હતી. તળ સુરતના ખપાટીયા ચકલા વિસ્તારમાં ગણપતરાવ સૂરવેએ દેશની આઝાદી માટે અલખ જગાડવા સાર્વજનિક ગણેશોત્સવની શરૃઆત કરી હતી. આ અંગે તેમના પૌત્રી નંદાબેનપહાડેએ જણાવ્યું કે, દાદા ધર્મનિ અને સ્વાતંર્ત્ય સેનાની હતી. તેમને આઝાદીની ચળવળમાં યોગદાન આપ્યું છે. સ્વરાજની લડાઈ લડવા ગણેશ ઉત્સવની ઉજવણી માટે સંદેશો વહેતો થયો ત્યારે સુરતવાસીઓમાં એકાત્મકતા વધે તે માટે સ્વ.ગણપતરાવે સાર્વજનિક ગણેશોત્સવની શહેરમાં શરૃઆત કરી હતી.આજે પણ અમારો પરિવાર ગણેશોત્સવ નિમિત્તે ભક્તિભાવ સાથે દાદાની ઘરે પધરામણી કરાવે છે. પરિવારમાં ચાલી આવેલી પરંપરા અકબંધ છે.

આજે સૂરવે પરિવારની ચોથી પેઢી શ્રીજીની સ્થાપના કરે છે, ત્યારે મૂર્તિ લેવા દહાણું જવું પડતું

આજે સ્વ. ગણપતરાવ સૂરવેની ચોથી પેઢી ગણેશોત્સવ નિમિત્તે બાપ્પાની ભક્તિભાવ સાથે સ્થાપ્રા કરે છે. દસ દિવસ પૂજા-અર્ચના કરી શ્રીજીને વિદાય આપે છે. જોકે, આજથી ૯૧ વર્ષ પહેલા સુરતમાં શ્રીજીની મૂ ત બનાવનારા કલાકારો ન હતા. આથી મરાઠી સમાજના યુવાનો ભેગા મળી દહાણું જતાં હતા. ત્યાંથી વિઘ્નહતાની પ્રતિમા લાવી સુરતમાં સ્થાપ્રા કરતા હતા. આજે પણ સુરતના અનેક મંડળો અને ઘરે શ્રીજીની સ્થાપ્રા કરનારા પરિવારો મુંબઈ કે દહાણુંથી બાપ્પાની મૂ ત લાવી ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યાં છે.