Surat, સોમવાર સુરત પાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં પુણા ગામ વિસ્તાર આવ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઈન ઉરાતી હોવાની ફરિયાદ થઈ રહી છે

Surat: બાળકોને ગટરના પાણીમાં થઈ સ્કૂલે જવું પડે છે: રિપેરીંગ કરાય છે પણ થોડા દિવસમાં ફરી ઉભરાવા લાગે છે.

નંદનવન સોસાયટીના રહીશો | પાલિકા અને ચુંટાયેલા પ્રતિનિધિઓ સામે આક્ષેપ કર્યો છે કે, અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ કાયમી નિકાલ આ સમસ્યાનો કરવામાં આવતો નથી તેના કારણે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે. વહીવટી તંત્રને રજુઆત કરવામાં આવે તો માત્ર ડ્રેનેજ લાઈન ની સાફ સફાઈ કરીને કર્મચારીઓ રવાના થઈ જાય છે

પરંતુ એક સપ્તાહ બાદ જ ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતી હોય છે. સ્થાનિક કોંગ્રેસી નેતા સુરેશ સુહાગીયાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરીયાનો મત વિસ્તાર છે. તેઓ આખા સુરત શહેરની અંદર આંટાફેરા મારે છે અને ફોટા પાડવામાં વ્યસ્ત છે પરંતુ પોતાના મત | વિસ્તારની જ સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ નિવડી રહ્યાં છે.