Surat: ગુજરાતમાં નકલી કાંડની શ્રેણી યથાવત છે. ખાણીપીણી, ટોલનાકા, કોર્ટ અને અધિકારીઓ સુધી નકલી બહાર આવી ચૂક્યા છે. હવે સુરતમાં ગરબા મહોત્સવ દરમિયાન નકલી PSI ઝડપાતા ચકચાર મચી ગઈ છે.
શું હતી ઘટના?
સુરતના ડુમસ ગરબા મહોત્સવમાં યુવરાજ રાઠોડ, જે વ્યવસાયે રત્ન કલાકાર છે, પોતે PSI હોવાનો દાવો કરીને રોફ જમાવતો હતો. હાથમાં વોકીટોકી લઈને તે “ઓન ડ્યુટી PSI છું” એવું કહી મફતમાં એન્ટ્રી મેળવી રહ્યો હતો અને નિરાંકે ગરબાની મજા માણી રહ્યો હતો.
પરંતુ, આ દરમિયાન અસલી પોલીસના ધ્યાનમાં તેની હરકત આવી. શંકા જતા પોલીસકર્મીઓએ તેની પૂછપરછ શરૂ કરી. તપાસ કરતાં બહાર આવ્યું કે યુવરાજ PSI નથી, પરંતુ સામાન્ય નાગરિક છે.
પોલીસ સામે માંગી માફી
આરોપી પાસે રહેલું વોકીટોકી તેના મિત્રનું હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં યુવરાજે પોતાનું દોષ કબૂલ કર્યું અને પોતાના કૃત્ય બદલ માફી પણ માંગી.
ફરિયાદ નોંધાઈ, તપાસ ચાલુ
પોલીસે આયોજકોની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી આયોજકો તથા સુરક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પણ સવાલો ઊભા થયા છે કે કોઈપણ વ્યક્તિ નકલી ઓળખ આપી સરળતાથી અંદર પ્રવેશી શકે છે.
સ્થાનિકોમાં ચર્ચાનો વિષય
ગરબા મહોત્સવ દરમિયાન હજારો લોકો ભેગા થતા હોય છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થામાં ખામીઓ સ્પષ્ટ જોવા મળી. નકલી PSI ઝડપાયા બાદ સ્થાનિકોમાં ચર્ચાનો માહોલ છે કે, આવી બેદરકારીથી ભવિષ્યમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો
- Ahmedabadમાં સિલિન્ડર બ્લાસ્ટથી ભયાનક આગ, LPG બ્લાસ્ટમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા
- Ahmedabad: મહિલાના ગુપ્તાંગમાંથી મળી આવ્યું 83 લાખનું સોનું, કુઆલાલંપુરથી કરતી હતી સ્મગલિંગ
- Gujarat: ધોરણ 12 બોર્ડ પરીક્ષાઓ માટે મોટા સમાચાર: આ બે વિષયો માટે 4-4 ગુણ આપવામાં આવશે.
- UDAN scheme fails in Gujarat: ‘ઉડાન’ યોજના હેઠળ હવાઈ રૂટ, ગુજરાતમાં 71 રૂટ અધૂરા, 20 નવા એરપોર્ટના વચન પાછળનું સત્ય શું છે?
- Ahmedabad: બાપુનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો, ભાજપના કાઉન્સિલરની ઓફિસમાં તોડફોડ અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી.





