Surat શહેરમાં ગરમીનો પારો ૩૨.૮ ડિગ્રી નોંધાવાની સાથે જ ભેજવાળા પવન ફુંકાતા આજે ભાવિક ભકતોએ અસહય તાપ, ગરમી વચ્ચે ગણપતિદાદાને વિદાય આપી હતી. બપોર પછી ઠંડક થતા રાહત થઇ હતી.
ભેજવાળાના પવનોને લીધે Suratનું તાપમાન ૩૨.૮ ડિગ્રી નોંધાયું : જોકે, સાંજે ઠંડક અનુભવાઈ
હવામાન કચેરીના પ્રવકતાના | જણાવ્યા મુજબ આજે સુરત શહેરનું અધિકતમ તાપમાન ૩૨.૮ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૬.૨ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા, હવાનું દબાણ ૧૦૦૬.૭ મિલીબાર અને પશ્રિમ | દિશામાંથી કલાકના છ કિ.મીની ઝડપે પવન ફૂંકાયા હતા. આજે ગણેશ વિર્સજનના દિવસે ભેજવાળા પવન ફુંકાતા સવારે ઠંડક પ્રસરી હતી. તો બપોરની શરૂઆત સાથે અસહય તાપ શરૂ થયો હતો.
ભકતોની પણ વિસર્જન યાત્રા શરૂ થતા બપોરના અસહય તાપ, ઉકળાટ અને બફારા વચ્ચે ભકતો ત્રાસી ઉઠયા હતા. બપોરે ૧૨ થી સાંજે પાંચ વાગ્યા સુધી અસહય ગરમી અનુભવાતા ભકતો પરસેવે રેબેઝેબ થઈ ઉઠયા હતા. સાંજ પડતા ઠંડક પ્રસરતા રાહત અનુભવાઈ હતી. હવામાનવિદોના જણાવ્યા મુજબ બપોરના સમયે તો તાપ ૩૨ ડિગ્રી જ નોંધાયો હતો. પરંતુ ભેજવાળા પવનના કારણે ઉકળાટ- બફારાથી ભાવિક ભકતોએ અકળામણ અનુભવી હતી.