Surat શહેર પોલીસની પીસીબી- એસઓજી શાખાએ સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ સ્થિત પ્રિન્સ એસ્ટેટ અને કડોદરા રોડ સ્થિત પ્રિન્સ ટ્રાન્સપોર્ટ નગરના બે ગોડાઉનમાં અને પ્રિન્સ એસ્ટેટ નજીક પાર્ક કરેલા પાંચ કન્ટેઈનર અને ટૂંકમાં રેઈડ કરી તેમાં લોડ કરતો અને સંતાડેલો રૂ.૪.૯૯ કરોડનો પ્રતિબંધીત ગુટખા તથા ડુપ્લીકેટ પાનમસાલાનો જથ્થો ઝડપી લીધો હતો.
Surat પીસીબી-એસઓજીએ રૂ.૬.૨૦ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણને ઝડપી એક દિવસના રિમાન્ડ પર મેળવ્યા: બે વોન્ટેડ
આ જથ્થો દિલ્હીથી મંગાવી ગુજરાત અને મહારાષ્ટ્ર ખાતે અલગ વિસ્તારોમાં સપ્લાય આવતો હતો.પોલીસે રૂ.૯.૨૦ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણની ધરપકડ કરી હતી. દોઢ મહિનાથી ભાડે લીધેલા ગોડાઉનમાં દિલ્હીથી જથ્થો મંગાવી સંતાડી બાદમાં ગુજરાત, મહારાષ્ટ્રના વિસ્તારોમાં બાયરોડ સપ્લાય કરાતો હતો.