surat, મહિધરપુરા હીરબજારના દલાલનું ખોવાયેલું રૂ. ૧.૫૦ લાખનું હીરાનું પેકેટ અન્ય હીરા દલાલને મળ્યું હતું. પરંતુ અગાઉ પણ પોતાની ઈમાનદારી બતાવી ચુકેલા હીરા દલાલે પેકેટ અંગે પૂરતી ખાતરી કર્યા બાદ આજ રોજ સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોની હાજરીમાં પેકેટ પરત આપી માનવતાની મહેક પ્રસરાવી હતી.
surat: બાર એસો.ની હાજરીમાં હીરાનું પેકેટ પરતઃ જેણે હીરા પરત કર્યા તેણે સાત વખત મળેલા પેકેટ પરત કર્યા છે
મહિધરપુરા હીરાબજારના દલાલ તુલસીભાઈ મોદી (રહે. પાલનપુર પાટિયા, રાંદેર રોડ) નું રૂ. ૧.૫૦ લાખની કિંમતનું ૮ કેરેટ નેચરલ હીરાનું પેકેટ ખોવાય જતા મિત્રોને વાત કરી હતી. બીજી તરફ આ પેકેટ અન્ય હીરા દલાલ અરવિંદ મધુભાઈ વરિયા (રહે. ભક્તિનગર સાસાયટી, કતારગામ) ને મળ્યુ હતું અને તેમને પેકેટ મળ્યાની પોતાના મિત્રને કરી હતી. મિત્રો થકી એકબીજા સુધી વાત પહોંચતા અરવિંદભાઇએ તે અંગેની ખાતરી કરવા તુલસીભાઈને મળ્યા હતા.
ત્યાર બાદ આજ રોજ સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખુંટ સહિતના આગેવાનોની હાજરીમાં તુલસીભાઈને પરત આપી ઇમાનદારીની સાથે માનવતાની મહેક | પ્રસરાવી હતી. અહીં મહત્વની બાબત એ છે કે કોરોના સમયમાં અરવિંદભાઈથી વેપારીનું રૂ. ૪ લાખના હીરાનું પેકેટ ખોવાઈ ગયું હતું પરંતુ તેમણે વેપારીને રૂ. ૪ લાખ ચુકવ્યા હતા. તદ્દઉપરાંત અત્યાર સુધી છથી સાત વખત રસ્તામાંથી મળેલા હીરાના પેકેટ જે તે માલિકને પરત આપી પોતાની ઈમાનદારી અગાઉ પણ બતાવી ચુકયા છે.