Surat શહેરમાંથી પસાર થતી અને શહેરની આસપાસના ખેતરોમાં પાણી પહોંચાડતી કેનાલ (નહેર)માં કચરો ભેગો થતાં આજે નહેરનું પાણી રસ્તા પર આવી ગયું હતું. જેથી વાહન ચાલકોને હાલાકી થઈ હતી અને ખેતર સુધી પાણી પહોંચી શક્યું ન હતું.
Surat: ખેતર માટેનું પાણી રોડ પર ફરી વળ્યું: કચરો ફેંકતા લોકો સામે તંત્ર કાર્યવાહી કરતું ન હોય આવી ઘટના સમયાંતરે બને છે. સુરતના ડુમસ રોડ ઉપર એસ કે નગર ખાતેથી નહેર પસાર થાય છે. આજે અચાનક નહેરમાંથી પાણી રોડ પર આવી ગયું હતું. નહેરમાં કચરો વધુ માત્રામાં હોવાથી ચોકઅપ થઈ ઓવરફ્લો થતાં એક તરફ નહેરમા પાણી ઊભરાતું હતું તો બીજી તરફ નહેરમાં કચરાના કારણે પાણી આવતું ન હતું.
વગર વરસાદે નહેરનું પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલી થઈ હતી. ખેતર માટેનું પાણી રોડ પર ફરી વળતા જાણે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાંથી પસાર થતી નહેરમાં મોટાભાગે આસપાસના લોકો કચરો ફેંકતા હોય છે જેને કારણે ઘણી વખત નહેર ચોકઅફ થઈ જાય છે. અને ઓવરફૂલો થાય છે. જોકે, તંત્ર દ્વારા નહેરમાં કચરો ફેંકનારા તત્વો સામે કોઈ કાર્યવાહી કરાતી ન હોવાથી આવી ઘટના સમયાંતરે બનતી રહે છે. સ્થાનિક લોકો દ્વારા નહેર વિભાગને જાણ । કરવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું.