Surat Breaking News: સુરત: શહેરના મહિધરપુરા વિસ્તારમાં ગણેશ ચતુર્થીના ઉત્સવ દરમિયાન રાત્રે 3 વાગ્યે 3.51 મિનિટે બે ચોરોએ આઠ ગણેશ પંડાલોમાં ચોરી કરી અને ગણેશ મૂર્તિઓને ખંડિત કરી દીધી. આ ઘટનાથી સુરતના લોકોમાં રોષ ફેલાયો છે. છેલ્લા બે વર્ષથી ગણેશ ચતુર્થી દરમિયાન ઉત્સવનું વાતાવરણ ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાય છે.

ઘટનાની જાણ થતાં સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ખંડિત થયેલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું અને નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

avadhesh