Surat: નર્મદ યુનિવર્સિટીમાં છેલ્લાઅઠવાડિયાથી ગણપતિદાદાની મૂર્તિની સ્થાપનાને લઈને ઉઠેલા વિવાદ વચ્ચે આજે પોલીીસ બંદોબસ્ત સાથે યુનિવર્સિટી કેમ્પસમાં મૂર્તિનુ ધામધૂમથી આગમન થતા કુલપતિ અને રજિસ્ટ્રાર સહિત તમામ અધિકારીઓએ મૂર્તિર્ને આવકારી હતી.

Surat: કુલપતિ, રજીસ્ટ્રાર સહિત સ્ટાફે ગણેશજીને આવકાર્યા : સ્થાપના વિવાદમાં ત્રણ વિદ્યાર્થીના પ્રવેશ સ્થગિત કરાયા છે

નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં એમ્ફી થિયેટર પાસે જ એક મૂર્તિની સ્થાપના કરવાના રજિસ્ટ્રાર દ્વારા આદેશ કરાયા બાદ વિદ્યાર્થીઓ દ્વારા બીજી મૂર્તિ કન્વેશન હોલ પાસે સ્થાપના કરવાની તૈયારીઓ કરતા વિવાદ ઉઠયો હતો. આ વિવાદના કારણે ત્રણ વિદ્યાર્થીઓના પ્રવેશ આગામી ૨૯ મી સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દેવાયા છે.

તો આખો ઝધડો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે. દરમ્યાનુ આજે વિદ્યાર્થીઓ દ્વારા આગામી શનિવારે મૂર્તિની સ્થાપના કરવા માટે કેમ્પસમાં વાજતે ગાજતે મૂર્તિ લાવવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે મૂર્તિનું યુનિવર્સિટી કેમ્પસમાં મૂર્તિનું આગમન થતા નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. એન. ચાવડા અને રજિસ્ટ્રાર આર. સી ગઢવી સહિત અન્ય અધિકારીઓએ મૂર્તિને આવકારવામાં આવી હતી.