Surat: એકાદ વર્ષ પહેલાં કાપડના વેપારી પાસેથી દલાલ મારફતે ઉધાર માલ ખરીદીને પેમેન્ટ કે માલ પરત નહીં આપી ૧.૨૨ કરોડની ઠગાઈ વિશ્વાસઘાતના કારસામાં ખટોદરા પોલીસની ધરપકડથી બચવા આરોપી કાપડ દલાલ તથા અમદાવાદના વેપારીની આગોતરા જામીનની માંગને કોર્ટે નકારી કાઢી છે.

Suratના વેપારી સાથે ઠગાઈમાં અમદાવાદના બંને આરોપીએ ધરપકડથી બચવા કોર્ટમાં અરજી કરી હતી

ખટોદરા પોલીસમથકની હદમાં સુપર | કાપડ ટેક્ષ ટાવરમાં કાપડના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી જયપ્રકાશ કિશનભાઈ ભંડારી હતી સહિત અન્ય વેપારીઓએ કાપડ દલાલ મનીષ શંકરસિંગ રાજપુરોહીતના વિશ્વાસ | ભરોસા પર અમદાવાદના શ્રી આરાધ્ય પ્રથમ ફેશનના આરોપી સંચાલક જગદીશ ઉર્ફે જેઠારામ કાલુરામ પ્રજાપતિને કુલ રૂ.૧.૨૨ કરોડનો ઉધાર માલ વેચાણ | આપ્યો હતો.પરંતુ નિયત સમય બાદ ફરિયાદીને આરોપીઓએ પેમેન્ટ ન હતી ચુકવતા ફરિયાદી સહિત સાક્ષી વેપારીઓએ આરોપી કાપડ દલાલ મનીષ રાજપુરોહિત તથા જગદીશ પ્રજાપતિ વિરુધ્ધ ખટોદરા પોલીસમાં ગુનાઈત | ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

જેથી આ કેસમાં ખટોદરા પોલીસ | પોતાની ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી દલાલ તથા અમદાવાદના વેપારીએ આગોતરા જામીન માટે માંગ કરી . આરોપીઓના બચાવપક્ષે મુખ્યત્વે સીવીલ નેચરની ફરિયાદને ખોટી રીતે ફોજદારી સ્વરૂપ આપવામાં આવ્યુ હોઈ દર્શનીય કેસના અભાવે આગોતરા જામીન આપવા માંગ કરી હતી. જેના વિરોધમાં ફરિયાદપક્ષે એપીપીએ વીથ પ્રોસિક્યુશન વિનય શુક્લા તથા દિપાંશુ ખુરાનાની એફીડેવિટ રજુ કરી . સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીઓ વિરુધ્ધ કરોડો રૂપિયાની કિંમતના ઉધાર માલની ખરીદી કરી પેમેન્ટ ન ચુકવીને ગુનાઈત ઠગાઈનો કારસો રચવાનો પ્રથમ દર્શનીય કેસ છે. આરોપીને આગોતરા જામીન આપવાથી પોલીસ તપાસ તથા સમાજ પર વિપરિત અસર પડવા તથા સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના છે.