Surat: મોટા વરાછા વિસ્તારમાં મોબાઇલ રીપેરીંગની દુકાન ધરાવનારને હનીટ્રેપમાં ફસાવી પોલીસના સ્વાંગમાં કેસ કરવાની ધમકી આપી રૂ. ૮૫ હજાર પડાવવાના પ્રકરણમાં પોલીસે વધુ એકની ધરપકડ કરી છે.

Surat: દુકાનદાર યુવતી સાથે રૂમમાં જતાં જ પોલીસના સ્વાંગમાં ત્રણ જણાએ ધસી કેસ રફેદફે કરવા ૮૫ હજાર પડાવ્યા હતા

મોટા વરાછામાં મોબાઈલ રીપેરીંગની દુકાન ધરાવતા મૂળ ભાવનગર- પાલિતાણાના ૩૨ વર્ષીય વિશાલ (નામ બદલ્યું છે) ને પરિચીત દક્ષાબેને વિડીયો કોલ કરી એક છોકરી બતાવી મળવા માટે કતારગામની નિલકંઠ સોસાયટીમાં બોલાવ્યો હતો. વિશાલ દક્ષાના એકાઉન્ટમાં ઓનલાઈન રૂ.૮૦૦ ટ્રાન્સફર કરી યુવતી સાથે રૂમમાં જતા તરત ત્રણ અજાણ્યા યુવાન ઘસી આવી પોતાની ઓળખ કતારગામ પોલીસ તરીકે આપી તું અહીં શું કરે છે એમ કહી મોબાઈલમાં વિડીયો ઉતાર્યા બાદ પોલીસ સ્ટેશન લઇ જવાનું કહ્યું હતું.

જેથી વિશાલ ડરી જતા કેસ રફેદફે કરવા રૂ.૨ લાખની માંગણી કરી હતી રૂ.૮૫ હજાર ઓનલાઈન | ટ્રાન્સફર કરાવ્યા હતા. આ પ્રકરણમાં જે- તે વખતે પોલીસે દક્ષા આંકોલીયા, જયશ્રી ઉર્ફે પાયલ બોરડ, દિવ્યા તળાવીયા અને પાર્થ મંગલ ઢોલાની ધરપકડ કરી હતી. જયારે ગત રોજ પ્રવિણ ઉર્ફે મામા ભોળાભાઈ રાઠોડ (ઉ.વ. ૪૫ રહે. નેતલદે સોસાયટી, પુણા અને મૂળ જાદરા, તા. મહુવા, ભાવનગર) ને વડોદરા એલસીબીએ કપૂરાઈ ચોકડી પાસેથી ઝડપી પાડી કતારગામ પોલીસને હવાલે કર્યો છે