Surat, પાલનપુર જકાતનાકા સ્થિત શીવાંજલી કોમ્પ્લેક્ષના આઈ માતા સુપર સ્ટોરમાં સુમુલ ડેરીના લીગલ અધિકારી [અને અડાજણ ૧ પોલીસે દરોડા પાડી પાડા a કિલોગ્રામનો જથ્થો ઝડપી પ ભેળસેળયું ડુપ્લીકેટ ઘીના ૯ । પાડી દુકાનદારની ધરપકડ કરી છે. જયારે ભેળસેળીયું ઘી સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો છે.
Surat: રૂ. ૫,૭૬૦ ની કિંમતનો ૯ કિલોગ્રામ જથ્થો કબ્જે લઈ દુકાનદારની ધરપકડ, સપ્લાય કરનાર વોન્ટેડ જાહેર કરાયા
Surat: દક્ષિણ ગુજરાતની જાણીતી ડેરીના લીગલ અધિકારીએ બાતમીના આધારે પાલનપુર જકાતનાકા સ્થિત શીવાંજલી કોમ્પ્લેક્ષમાં આવેલા આઈ માતા સુપર સ્ટોરમાંથી સુમુલ ઘી નો એક લિટરનો ડબ્બો ખરીદી ડેરીની લેબોરેટરીમાં ચકાસણી કરાવી હતી. જેમાં ડબ્બા ઉપરની પ્રિન્ટનો કલર ઝાંખો તથા બેચ નંબરની વિગત અંગે શંકા ગઈ હતી. જેથી દીપેશ ભટ્ટ અને તેની ટીમે અડાજણ પોલીસની મદદથી આઈ માતા સુપર સ્ટોરમાં દરોડા પાડયા હતા.
જયાંથી આલમન્ડ ગોલ્ડ ચોકલ્ટેના બોક્સમાંથી સુમુલ થી ના રૂ. ૫,૭૬૦ ની કિંમતના ૯ ડબ્બા મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુમુલ ઘી ના ડબ્બાનું પેકિંગ કરતી વેળા દરેક ડબ્બા ઉપર ક્લોક ટાઇમીંગ અલગ-અલગ પ્રિન્ટ થાય છે પરંતુ આઈ માતા સુપર સ્ટોરમાંથી મળેલા ડબ્બામાં ક્લોક ટાઇમીંગ અને એગમાર્ક પ્રિન્ટ ન હતો.
ઉપરાંત ભેળસેળ વાળું ઘી હોવાથી તુરંત જ એસએમસીના ફુડ વિભાગને પણ જાણ કરવામાં આવ્યા બાદ ભેળસેળીયું ઘી વેચાણ કરી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરનાર | દુકાનદાર હરિરામ સોદારામ ચૌધરી (ઉ.વ. ૩૦ રહે. અંબિકા એપાર્ટમેન્ટ, પાલનપુર પાટિયા અને મૂળ. બડગાવડા, તા. સુમેરપુર, પાલી, રાજસ્થાન) ની ધરપકડ કરી છે અને ડુપ્લીકેટ ઘી સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કયી છે.