Surat શહેર ટ્રાફિક પોલીસે શહેરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા અને લોકોમાં જાગૃતિ લાવવા હાથ ધરેલી ખાસ ઝુંબેશ અંતર્ગત આજરોજ બેફામ વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી સમગ્ર શહેરમાંથી ૧૪૨૭ વાહન ચાલકોને ઝડપી લીધા હતા. ટ્રાફિક પોલીસે ઝડપેલા મોટાભાગના રીક્ષા ચાલકો છે.જે વધુ પેસેન્જર બેસાડી બેફામ હંકારે છે.
પકડાયેલા મોટાભાગના રીક્ષાચાલકો જે વધુ પેસેન્જરો બેસાડીને રીક્ષાને બેફામ દોડાવે છે અકસ્માતોમાં એસીપી દ્વારા સમગ્ર શહેરમાં ડીસીપ્લીન જળવાય, વાહન ચલાવનારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
Surat શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન થાય ચાલકોનાં ટ્રાવેલીંગ-ટાઈમમાં ઘટાડો થાય તે માટે ટ્રાફિક પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. તે અંત અંતર્ગત રોંગ સાઈડ વાહન ચલાવનારા અને નો પાકીંગમાં વાહન પાર્ક કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી બાદ આજરોજ ટ્રાફિક શાખાના ચારેય રિજિયનના ટ્રાફિક પોલીસે સમગ્ર શહેરમાં બેફામ વાહન ચલાવનારા ૧૪૨૭ ચાલકોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ટ્રાફિક પોલીસે ઝડપેલા મોટાભાગના રિક્ષા ચાલકો છે.જે વધુ પેસેન્જર બેસાડી બેફામ હંકારે છે.