Surat, મહેસાણા ખાતે યોજાવામાં આવેલી ગુજરાત સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રમવા ગયેલા મોટાવરાછાના ૧૧૯ વર્ષીય કોલેજીયનનું બ્રેઈન હેમરેજથી મોત ૧ થયું હતું. સ્પર્ધામાં મુકાબલા બાદ તેને સીવી સ્ટ્રોક આવ્યો હતો.
Surat: મુળ ભાવનગરનો વતની કરણકુમાર પીપળીયાને મુકાબલા બાદ સીવી સ્ટ્રોક આવ્યા હતો: બ્રેઈનડેડ જાહેર કરાયા બાદ મોત
Surat: સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મોટા વરાછામાં અબ્રામા રોડ નંદ ચોક પાસે વૈકુંઠ રેસીડન્સીમાં રહેતો ૧૯ વધીય કરણકુમાર ભરતભાઈ પીપાળિયા શુક્રવારે રાતે મહેસાણા ખાતે યોજાયેલી સ્ટેટ બોક્સિગ ચેમ્પિયનશિપ રમવા ગયો હતો. જોકે શનિવારે બપોરે કરણકુમારનો સુરતના એક યુવાન સાથે મુકાબલો થયા બાદ કરણકુમાર અચાનક ઢળી પડયો હતો. તેને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં મગજની સર્જરી કરાઈ હતી. બાદમાં મહેસાણાથી વધુ સારવાર માટે સુરતમાં લાલદરવાજાની ખાનગી હોસ્પિલટમાં ખસેડાયો હતો. જ્યાં સોમવારે ડોકટરોએ બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ મોત થયું હતું.
સ્મીમેર હોસ્પિટલ ખાતે તેનું પોસ્ટમોર્ટમ થયા બાદ ડોક્ટરે કહ્યુ કહ્યુ કે, તેને બ્રેઈન હેમરેજ થવાથી મોત થયુ હતુ. તેને સીવી સ્ટ્રોક આવ્યો હતો. કરણકુમારનો પરિવાર મુળ ભાવનગરમાં ગારીયાધર તાલુકાના મોટા ચારોડીયાગામનો વતની છે. તે બારડોલીની in કોલેજમાં બી. ટેકમાં ત્રીજા | વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેનો એક નાનો ભાઈ છે. તેના પિતા પ્રાઈવેટ | નોકરી કરે છે. તેના મોતને લીધે તેમના પરિવારજનો પર આભ તુટી પડયું હતું.