Suratના ઉધના મેઈન રોડ ડ ઉપર સ્વામીનારાયણ મંદિર ફૂટ ઓવરબ્રિજ પાસે આજે બપોરે મોબાઈલ શોપમાંથી કલેક્શનનું કામ કરતો કર્મચારી કાર ર લોક કર્યા વિના નજીકની મોબાઈલ શોપમાં ગયો તેની થોડી જ વારમાં બાઈક ઉપર આવેલા બે અજાણ્યા કારનો દરવાજો ખોલી તેમાંથી રોકડા રૂ. ૩૨.૫૦ લાખ સાથેની બેગ ચોરી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે અને કર્મચારીએ કારને લોક કેમ નહીં કરી તે સવાલ પોલીસને સતાવી રહ્યો છે.

Surat: મોબાઈલ શોપમાંથી કલેકશનનું કામ કરતા કર્મચારીએ કાર લોક કર્યા વીના રાખી હતી, થોડીવારમાં જ ચોરી થઈ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મની ટ્રાન્સફર અને મોબાઈલ શોપમાંથી કેશ કલેક્શનનું કામ કરતા વેપારીને ત્યાં નોકરી કરતા સગરામપુરાના ૪૪ વષીય અમિતભાઈ જગદીશભાઈ ચોક્સી આજે બપોરે સચીન અને ડીંડોલી વિસ્તારોમાંથી રૂ.૩૨.૫૦ લાખનું કલેક્શન કરી પોતાની કારમાં ઉધના મેઈન રોડ ઉપર સ્વામીનારાયણ મંદિર ફૂટ ઓવરબ્રિજ પાસેની શાઓમી મોબાઈલ શોપ નજીક આવ્યા હતા અને કાર પાર્ક કરી તે શાઓમી મોબાઈલ શોપમાં ગયા હતા.

Surat: થોડીવારમાં જ બાઈક ઉપર બે અજાણ્યા ત્યાં આવ્યા હતા અને કારનો દરવાજો ખોલી તેમાં મુકેલી રોકડા રૂ.૩૨.૫૦ લાખ ભરેલી બેંગ લઈ ફરાર થઈ ગયા હતા. થોડીવાર બાદ પરત ફરેલા અમિતભાઈને ચોરીની જાણ થતા તેણે ઉધના પોલીસને જાણ કરી હતી.દિવાળી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ધોળે દિવસે સતત ધમધમતા ઉધના મેઈન રોડ ઉપર બનેલી આ ઘટનાને પગલે સમગ્ર શહેરની પોલીસ દોડતી થઈ ગઈ હતી.

બનાવના સ્થળે પહોંચેલી ઉધના પોલીસે અમિતભાઈની પુછપરછ કરતા અને નજીકના સીસીટીવી ફૂટેજ ચકાસતા તે સ્પષ્ટ થયું હતું કે તેમણે કારના દરવાજા લોક કર્યા નહોતા. પોલીસે આ અંગે ગુનો નોંધવા તજવીજ હાથ ધરવાની સાથે અલગ અલગ ટીમો બનાવી અને નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી.જોકે, કારમાં આટલી મોટી રકમ હોવા છતાં અમિતભાઈએ કારને લોક કેમ નહીં કરી તે સવાલ પોલીસને સતાવી રહ્યો છે.