Surat, કાપોદરા પોલીસની હદમાં આવેલી ડાયમંડ પેઢીમાંથી નેચરલની સામે સીવીડી હીરા મુકીને કુલ રૂ.૫૯.૧૯ લાખની હીરા ની અદલાબદલી કરને ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતના કેસમાં પોલીસ ધરપકડથી બચવા પેઢીના આરોપી મેનેજરે કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે.શાહે નકારી કાઢી છે. આરોપી હિતેશકુમાર કાકડીયા નેચરલને બદલે હલકીગુણવત્તાના સીવીડી હીરા બદલતા હોવાના ફુટેજ મળ્યા હતા

Surat: કાપોદરા વિસ્તારની ડાયમંડ પેઢીમાંથી કુલ રૂ.૫૯.૧૯ લાખની કિંમતના ૧૧૩.૭૦ કેરેટના ઓરીજનલ હીરા કાઢી લઈને તેટલા જ કેરેટના હલકી ગુણવત્તા વાળા સીવીડી હીરા ભેળવીને ગુનાઈત ઠગાઈ-વિશ્વાસઘાતના કારસા અંગ ફરિયાદી પેઢીના સંચાલકે ગઈ તા.૨જી માર્ચના રોજ આરોપી મેનેજર હિતેશકુમાર વલ્લભભાઈ કાકડીયા(રે.સાંઈ એવન્યુ,ઉત્રાણ) વિરુધ્ધ કાપોદરા પોલીસમાં ઈપીકો-૪૦૮ની ફરિયાદ નોધાવી હતી.જેથી આ કેસમાં પોલીસ ધરપકડથી બચવા આરોપી હિતેશકુમાર કાકડીયાએ આગોતરા જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે બનાવના સાત માસ બાદ વિલંબિત ફરિયાદનો ખુલાશો ન કરવા,પોતે ગુનાઈત ઈતિહાસ ન ધરાવતા હોવાનું જણાવ્યું હતુ.

તદુપરાંત આરોપીને હાડકાના સાંધાની સમસ્યા હોવા ઉપરાંત સમાધાન લાયક કેસ છે. આરોપી ગુનાઈત ઈતિહાસ ધરાવતા ન હોવા તથા સ્થાનિક રહીશ હોઈ નાસી ભાગી જાય તેમ હોવાનું જણાવ્યું હતુ.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ પંચોલીએ જણાવ્યું હતું કે પેઢીના સીસીટીવી કેમેરાના ૧૫ દિવસના ફુટેજમાં આરોપી હીરાની અદલા બદલી કરતાં નજરે ચડે છે. આરોપીને નોટીસ આપવા છતાં નિવેદન માટે હાજર થવાને બદલે આગોતરા જામીન મેળવવાની તજવીજ હાથ ધરી છે. જેથી આરોપી સામે ગંભીર ગુનાના પ્રથમ દર્શનીય કેસની તપાસ નાજુક તબક્કામાં છે.આરોપી મુખ્ય આરોપી હોઈ હીરાના મુદ્દામાલ કબજે કરવા કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન | કરવાની જરૂર છે.