Surat શહેરમાં લાંબા સમયથી એકાએક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા પછી મોત થવાના બનાવ યથાવત છે. તેવા વા સમયે અડાજણમાં ૨૫ વર્ષના સ્ટેટ સ્ટેટ લેવલને કબડ્ડી ખેલાડી અને અમરોલીમાં ૨૮ વર્ષના યુવાનની તબિયત બગડતા મોત થયું છે.

Surat: અમરોલીમાં ૨૮ વર્ષના યુવાનની તબિયત બગડતા મોત

નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પાલના સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતો ૨૫ વર્ષનો – જય મુકુંદભાઈ પ્રજાપતિ શનિવારે સવારે કબડ્ડી રમી અને જીમ કરીને ઘરે આવ્યો હતો. બાદમાં સાંજે તે હોલમાં સોફા પર બેઠો હતો. ત્યારબાદ તેની અચાનક તબિયત લથડતા બેભાન થઈ જતા સારવાર – માટે ૧૦૮માં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્ય હતો. તેના પરિચિતે જણાવ્યું હતું કે, જય સુરતની ટીમમાંથી રાજ્યકક્ષાની કબડ્ડીની મેચ રમતો હતો. તે ટ્રેડમાર્કના કામકાજ સાથે સંકળાયેલો પ હતો. તેની માતા ડાયમંડમાં કામ કરે છે અને પિતા ફર્નિચરના કામકાજ સાથે સંકળાયેલા છે. તેના મિત્રોએ । જણાવ્યું હતું કે, ધો.૧૧થી જ જય કબડ્ડી રમતો હતો. તેણે ૬-૭ વર્ષમાં જુનિયર- સિનિયર સ્ટેટ લેવલની કબડ્ડી, ખેલ મહાકુંભમાં કબડ્ડીની રમતમાં ભાગ લઈ સુરતનું ગૌરવ વધાર્યું હતું.

હાલ જય સુરત ડિસ્ટ્રીક્ટ એસો.ની ટીમમાંથી કબડ્ડી રમતો હતો. જયએ અઠવાલાઇન્સની કોલેજમાં બી.કોમ પૂરું કર્યું હતું. બીજા કોસાડ આવાસમાં રહેતો ૨૮ વર્ષનો રવિ સુરેશ શિંદે આજે સવારે ઘરમાં ઉંધમાંથી જાગ્યા સંબાદ ફરી સુઈ ગયો હતો. ત્યારબાદ તે જરા પણ હલચલન કરતો નહી હોવાથી પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે કાપડના ખાતામાં સફાઈ કામ કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે.