Surat: રાજ્યમાં અવારનવાર સાયબર ઠગોના કિસ્સા સામે આવતા રહે છે. આવી ઘટના પ્રસાશન માટે પણ માથાનો દુખાવો બની છે ત્યારે તાજેતરમાં એક રશિયન આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમએ પુણેથી ટ્રાન્સફર વોરંટના આધારે રશિયન આરોપી એનાટોલી નામના વ્યક્તિની ધરપકડ કરી છે.
ગોમતીપુરથી 2 આરોપીને ઝડપાયા હતા
અમદાવાદ સાયબર ક્રાઇમમાં એરેસ્ટ વોરંટ અને એરેસ્ટ સિઝર વોરંટ તથા કોંફીડેશિયલ એગ્રિમેન્ટના આધારે લેટર મોકલાવીને વૃદ્ધ પાસેથી 17 લાખ રુપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે અગાઉ ગોમતીપુરના મહેફુઝઆલમ અને નદીમખાન નામના બે આરોપીઓને ઝડપી લીધા હતા. જે આરોપીઓની પૂછપરછ દરમિયાન રશિયન આરોપીનું નામ ખુલ્યુ હતું. હજી પોલીસ વધુ તપાસ કરી રહી છે અને બીજા આરોપીઓના નામ પણ સામે આવશે.