ગુજરાતી સંગીતને આઠ આઠ દાયકાથી ગૂંજતું રાખનારા પ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક Purushottam ઉપાધ્યાયે આજે ૯૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લેતાં ગુજરાતી સંગીતમાં સૂનકાર છવાયો છે. સુગમ સંગીતના સથવારે દેશવિદેશના લાખો પુરુષોત્મ ભાઈએ આજે મુંબઈના પેડર રોડ સ્થિત તેમના નિવાસ ર સ્થાન [ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. આજે રાતે સાડા | નવના અરસામાં મુંબઈના વરલી સ્મશાન ગૃહમાં તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો.
અવિનાશ વ્યાસના માનસ પુત્ર Purushottam ઉપાધ્યાયનાં નિધનથી ગુજરાતી સુગમ સંગીતનો એક યુગ સમાપ્ત, લાખો રસિકો આઘાતમાં ગરકાવ
૨૦૧૭માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. ગુજરાતી સંગીતના આ દિગ્ગજે વીસથી વધુ ફિલ્મ ર અને ત્રીસથી વધુ નાટકોમાં ઉત્તમોત્તમ સંગીતપીરસ્યું હતું. તેમની ધૂને ભારત ઉપરાંત વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ ભારતીય સંગીત પાછળ ઘેલા કર્યા હતા.મહાન સંગીતકાર અવિનાશ વ્યાસના શિષ્ય તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયએ ટૂંક સમયમાં જ ગુજરાતી સંગીતના વિશ્વમાં કાન પોતાનું આગવું સ્થાન બનાવ્યું.