આજે દિલ્હી ખાતે ‘AAP’ રાષ્ટ્રીય સંયોજક Arvind Kejriwal સાથે ગુજરાત પ્રદેશ કોર ટીમની મુલાકાત યોજાઈ. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલ આ મિટિંગમાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે આગામી ચૂંટણીઓને લઈ બેઠક યોજાઈ હતી. દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને યોજાયેલ આ બેઠકમાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત વરિષ્ઠ નેતા અને ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડૉ જ્વેલ વસરા, ખેડૂત વિંગ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડા, સૌરાષ્ટ્ર ઝોન કાર્યકારી પ્રમુખ રાજુ સોલંકી, પ્રદેશ મંત્રી રાજુ બોરખતરિયા, પ્રદેશ મંત્રી અમૃત મકવાણા, પ્રદેશ મંત્રી રામ ધડુક, પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરા, વલસાડ, ધરમપુર સંગઠન મંત્રી કમલેશ પટેલ, ઉત્તર ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર રમેશ પટેલ, સોનગઢ સંગઠન મંત્રી રુસ્તમ ગામીત, અરવલ્લી સંગઠન મંત્રી બિપિન ગામીત , કચ્છ સંગઠન મંત્રી સંજય બાપટ, મોરબી, ગીરા સોમનાથ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયા, ખેડા, આણંદ સંગઠન મંત્રી સૂર્યસિંહ ડાભી , મીડિયા કોર્ડિનેટર સુકનરાજ સહિત પ્રદેશ નેતાઓ હાજર રહ્યા હતા અને રણનીતિ બનાવી હતી.

સાથે સાથે આવનારી વિસાવદર અને કડીની પેટા ચૂંટણી અને મહાનગરપાલિકાની ચૂંટણી મુદ્દે પણ રણનીતિ બનાવવામાં આવી હતી. ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે અને તેના વિસ્તરણ માટે ચર્ચા કરવામાં આવી. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ આજે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરી મજબૂતાઇ સાથે ચૂંટણી લડશે અને જીતશે. આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ વિસાવદરની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાનું નામ પણ જાહેર કર્યું હતું. અરવિંદ કેજરીવાલજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગોપાલ ઇટાલીયા વિસાવદરના ખેડૂતો અને વિસાવદરના લોકોનો અવાજ બનશે અને વિસાવદરની પેટા ચૂંટણી જીતશે.