આજકાલ ગુજરાતમાં સ્ટેટ GST વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. ઠેર ઠેર GSTને લઈને કરચોરી અને કરચોરોને પકડવામાં આવી રહ્યા છે. 

સ્ટેટ GST વિભાગે પાન મસાલાના વેપારી પર કાર્યવાહી કરી છે. અમદાવાદ સ્થિત રાજશ્રી પાન મસાલા અને ફ્લેવર તમાકુના વેપાર સાથે સંકળાયેલા વેપારીને ત્યાં સર્ચ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવી. 

આ સર્ચમાં અંદાજિત 1.93 કરોડથી વધુની કરચોરી ઝડપાઈ હોવાની માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન રોકડ વ્યવહારો અને બિન હિસાબી વેચાણ તેમજ બિન હિસાબી સ્ટોક જેવી ક્ષતિઓ ધ્યાનમાં આવી.