Gandhinagar: રાજ્યમાં અવારનવાર હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે સિનિયર IAS ઓફિસરની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. IAS ઓફિસરના પત્નીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઝેરી દવાની વધુ અસર થતા સિવિલના ICU વોર્ડમાં દાખલ કરાયા છે.

મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં સિનિયર IAS ઓફિસરની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે સિનિયર IAS અધિકારી રણજીત ( રાજેશ ) તવંરના પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમણે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જોકે, હાલ IAS ઓફિસરના પત્નીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઝેરી દવાની વધુ અસર થતા સિવિલના ICU વોર્ડમાં દાખલ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે સિનિયર IAS અધિકારી રણજીત ( રાજેશ ) તવંરના પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ સિનિયર IAS અધિકારીના પત્નીની હાલ ICUમાં સારવાર ચાલી રહી છે. જોકે, પત્ની હાલમાં અધિકારી સાથે નથી રહેતા. માત્ર બાળકો જ અધિકારી પાસે રહે છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ઘણા લાંબા સમયથી પતિ-પત્ની અલગ રહેતા હતા. આ મામલે પોલીસે આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. IAS અધિકારીના પત્ની દ્વારા આપઘાતનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.