Jamnagarમાં ૧૪ વર્ષના એક સગીરને સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં માર મારવાના ચકચારભર્યા કેસમાં ગુજરાત હાઇકોર્ટે સ્થાનિક પોલીસને ફટકાર લગાવ્યા બાદ એમ.પી. દ્વારા તપાસ કરીને કેસ ને લગત પુરાવાઓ હાઇકોર્ટ સમક્ષ રજુ કરી દેવામાં આવ્યા છે. આ સાથે સરકારપક્ષની હૈયાધારણાં બાદ હાઈકોર્ટએ પીડિત પરિવારની પિટિશનનો નિકાલ કયી હતો.
Jamnagar: મારામારીના બનાવ સમયે સગીર હાજર નહીં હોવા છતાં આરોપી બનાવાયાનાં પરિવારનાં આક્ષેપ સામે પોલીસે સીસીટીવી ફૂટેજનાં પુરાવા રજૂ કર્યા
સૌ પ્રથમ હાઈકોર્ટે ગંભીર ટકોર કરી હતી કે, લોકોને જિલ્લાના પોલીસવડામાં વિશ્વાસ હોય છે. તે બાબતને ધ્યાનમાં | રાખીને Jamnagar એસપી સમગ્ર મામલામાં પર્સનલી જુએ, અને યોગ્ય નિર્ણય લે. હાઇકોર્ટે અરજદારપક્ષને જો કોઈ તકલીફ ઉભી થાય તો ફરીથી હાઈકોર્ટમાં રીટ અરજી કરવાની પણ મંજૂરીઆપી હતી. તાજેતરમાં ધોરણ- ૮માં અભ્યાસ કરતાં એક સગીરના | પરિવાર સહિત ૧૫ વ્યક્તિ સામે હત્યા પ્રયાસ સહિતના ગુન્હાની ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં પોલીસે તપાસના કામે તમામને બોલાવ્યા પછી સગીરને માર માયી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ હતો.
જે મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. અને સગીરને માર મારવાના પ્રકરણમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીરતા દાખવી સમગ્ર પ્રકરણની જિલ્લા પોલીસ વડા તપાસ કરે એ પ્રકારે નો આદેશ કર્યો હતો. જે પ્રકરણની ડીવાયએસપી તપાસ ચલાવી રહ્યા હતા, બાદ જિલ્લા પોલીસ વડાએ પણ સમગ્ર પ્રકરણને ધ્યાનમાં લીધું હતું. સગીરના પરિવાર દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં સગીર હાજર ન હતો. પરંતુ પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને તેમાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સગીરની પણ હાજરી જોવા મળી હતી. જે તમામ પુરાવાઓ વગેરે એકત્ર કરીને જામનગર પોલીસ દ્વારા ગઈકાલે હાઇકોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા હતા, અને આખરે આ પીટીસનનો નિકાલ થયો છે.