જેતપુર ખાતે હિરપરા ટ્રસ્ટ દ્વારા અંદાજે ૩૦ વર્ષ બાદ ભાઈશ્રી Rameshbhai ઓઝાના મુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજે જેતપુર ખાતે આવેલ તાત્કાલ હનુમાન ચોકડી ખાતેથી પોથી યાત્રા નિકળી હતી.

Rameshbhai :૪૫ વીઘા જમીનમાં વિશાળ ડોમ બનાવ્યા, હનુમાન ચોકડીથી પોથીયાત્રા નીકળી

આ ભાગવત સપ્તાહના ૭ દિવસ માટે ૬૫૦ સ્વયં સેવકો, ૨૦૦ રસોડા વિભાગના મહિલા સ્વયં સેવકો વ્યવસ્થા જાળવશે, ટ્રાફિક, પાણી વ્યવસ્થા પાર્કિંગ સ્વયંસેવકો ખડેપગે નિસ્વાર્થ ભાવે સેવા આપશે તેમજ ૫૦૦ બાય ૧૩૨ સાઇઝના ડોમ તથા કુલ ૪૫ વિઘા જગ્યામાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૬ તારીખે સાંજે કૃષ્ણ જન્મોત્સવ, ૨૭ તારીખે સાંજે ગોવર્ધન પૂજા, ૨૮ તારીખે રૂક્ષ્મણી કૃષ્ણ વિવાહ, ૨૯ તારીખે પૂર્ણાહૂતિ થશે. ભાગવત સપ્તાહ દરમિયાન ૨૪ તારીખે દેવભાઈ ભટ્ટ ગ્રુપ રાજકોટ દ્વારા શ્રીકૃષ્ણ લીલા મહોત્સવ, ૨૫ તારીખે લોક ડાયરો તથા ૨૭ તારીખે રાત્રે ૯ કલાકે લોકસાહિત્યનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

આજે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ તેમજ મહેમાનો, સંતો, મહંતો તેમજ રાજકીય આગેવાનો પોથીયાત્રામાં , જોડાયા હતા. જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ સંતો મહંતો જેમાં જેતપુર મોટી હવેલી બાલકૃષ્ણ રાય અને | પ્રિયંકરાયજી, છારોડીના માધવ | પ્રિયદાસજી સહિતના સંતો અને મહંતો અને રાજકીય અને સામાજિક આગેવાનો | મોટીસખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા. કથાનો પ્રારંભ આજથી થયો હતો જેમાં વક્તા | રમેશભાઈ ઓઝા કંઠે મધુર શૈલીમાં | ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે. આ ભાગવત સપ્તાહમાં આસપાસના ગ્રામ્ય | વિસ્તારોના લોકો પણ લાભ લઈ શકે તે માટે વાહનો ની વ્યવસ્થા હિરપરા પરિવાર દ્વારા કરવામાં આવી છે.