Suratની શાંતિને ડહોળવાના પૂર્વયોજીત કાવતરાના બાળકો પૈકી એક શાતીર છે અને તે પુછપરછમાં ભાગરૂપે ગત રવિવારે રાત્રે શહેરના સૈયદપુરા વરીયાવી બજાર ખાતે ગણેશ મંડપમાં પથ્થર ફેંકવા આવેલા છે. પોલીસને પણ ચકરાવે ચઢાવે છે.મંડપમાં પથ્થર ફેંકતા ઝડપાયા બાદ જયારે બાળકોને એકીસાથે પોલીસ ચોકીમાં બેસાડયા ત્યારે શાતીર બાળકે અન્ય બાળકોને શું કહેવાનું તે સમજાવી દીધું હોય હાલ પોલીસ પડદા પાછળના સૂત્રધારોને શોધવા મથામણ કરી રહી છે.

Surat: છ બાળકો પૈકી ચાર ફૂલવાડીના અને બે મુસીબતપુરાના છે : તમામ છેલ્લા ત્રણ મહિનાથી મદ્રેસામાં અભ્યાસ માટે જાય છે

Suratની શાંતિને ડહોળવાના પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે શહેરના સંપદપુરા વરીયાવી બજાર મેઈન રોડ ઘર નં.૭/૧૪૯૫ ની સામે પ્રસ્થાપિત ગણેશજીના મંડપમાં ગત રવિવારે રાત્રે ૯.૩૦ વાગ્યાના અરસામાં એક રીક્ષા નં.જીજે-૦૫-નીટી-૪૪૩૩) માં ભસેલા છ થી આક બાળકો પૈકી કોઈ એક બાળકે મંડપમાં પથ્થર ફેંકતા ગયજાપતિની મુર્તિ સાથે રાખેલા હોલકને નુકશાન થયું હતું. ત્યાં હાજર લોકોએ રીક્ષામાં આવેલા બાળકોને ઝડપી લીધા હતા અને તમામને નજીકની સૈયદપુરા ચોકી ઉપર લઈ ગયા હતા. ત્યાર બાદ સર્જાયેલી પરિસ્થિતિને લીધે કોમી તોફાન થયા હતા.આ ઘટનામાં પોલીસે મંડપ પર પથ્થરમારો કરનાર છ બાળકો રીક્ષામાં પોણા કિલોમીટર દૂરથી કેમ આવ્યા તે અંગે તેમની તેમજ તેમના માતાપિતાની પુછપરછ કરી હતી. ગતવર્ષે પણ ગણેશ વિસર્જનના દિવસે બાળકોએ જ અહીં પથ્થરમારો કપી હતો અને બે દિવસ અગાઉ પણ આવી ઘટનાનું પુનરાવર્તન થયું હતું. આથી તેમને હાથો બનાવી કોઈ મોટા કાવતરાને અંજામ આપી રહ્યા હોવાની આશંકા સાથે પોલીસ તેમની પુછપરછ કરી હતી.

જોકે, જે બાળકો પથ્થર ફેંકવા આવ્યા હતા તે પૈકી એક બાળક ખુબ જ ગાતીર હોવાનું અને તે તમામનો લીડર હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.છ બાળકો પૈકી ચાર ફૂલવાડીના અને બે મુસીબતપુરાના છે અને તમામ છેલ્લા ત્રણ મહિનાથી મદ્રેસામાં અભ્યાસ માટે જતા હોય પોલીસે તેમની જયારે પુછપરછ કરી ત્યારે તેમણે અને ખાસ તેમના જેવા લાગતા બાળકે પોલીસને ચકરાવે ચઢાવી હતી. તેણે તેમને મોકલનારાઓ તરીકે જેમના નામ આપ્યા તપાસ કરી તો કોઈ રીતે આ ઘટના સાથે સંકળાયેલા નહોતા કલાકોની દોડધામ કરાવી પોલીસને ચકરાવે ચઢાવનાર તે બાળકે જ મંડપમાં પથ્થર ફેંકતા ઝડપાયા બાદ જયારે બાળકોને એકીસાથે પોલીસ ચોકીમાં બેસાડયા હતા ત્યારે અન્ય બાળકોને શું કહેવાનું તે સમજાવી દીધું હતું. આથી હાલ પોલીસ પડદા પાછળના સુત્રધારોને શોષવા મથામણ કરી રહી છે.