Gujarat: દેશભરમાં વરસાદી માહોલ છે. ગુજરાતમાં વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ગઈકાલે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો, જોકે, આગામી દિવસોમાં ચોમાસું સક્રિય થાય તેવી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે.
મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. સાથે જ વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી આપી છે. 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદ વરસી શકે છે.
15થી લઇને 18 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના પણ અમરેલી, ગીરસોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.