શિક્ષણ વિભાગ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૦માં ઠરાવ કરીને ગ્રાન્ટેડ Schoolના બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી -ઉચ્ચતર પગાર ધોરણ માટે હિન્દી પરીક્ષા, ખાતાકીય પરીક્ષા અને ટ્રીપલસી પરીક્ષા પાસ કરવાની જોગવાઈ કરાઈ હતી.પરંતુ વહિવટી કર્મચારી સંઘ દ્વારા વર્ગ-૪ સંવર્ગના પટાવાળાઓને વિવિધ લાયકાતોને આધીન ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવા માંગ કરાઈ હતી.જે સરકારે એક વર્ષે સ્વીકારી છે અને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપતો ઠરાવ કર્યો છે.

ધો.૯થી૧૨ની ગ્રાન્ટેડ School ના ૧૭૦૦થી વધુ વર્ગ-૪ના કર્મચારીને વર્ગ-૩ બઢતીનો લાભ

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને , ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ફરજ બજાવતા બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે સરકારે અગાઉ ખાતાકીય પરીક્ષાની જોગવાઈ કરી હતી જુન ૨૦૨૨ના ઠરાવથી રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં જુનિયર કારકુનની જગ્યાઓ બઢતીથી ભરવા બાબતની જોગવાઈનો સુધારો કરી ખાતાકીય પરીક્ષા કરેલ હોવાની લાયકાત ઉમેરવામા આવી હતી. ત્યારબાદ ખાતાકીય પરીક્ષાની કામગીરી રાજ્ય પરીક્ષા બોર્ડને સોંપવામા આવી હતી. ઓક્ટોબર ૨૦૨૨ના ઠરાવથી પટાવાળા વર્ગ-૪માંથી જુનિયર કારકુન વર્ગ-૩માં બઢતી માટેની ખાતાકીય પરીક્ષાનો અભ્યાસક્રમ અને નિયમો પણ નક્કી કરી દેવાયા હતા.જુન ૨૦૨૨ના ઠરાવથી પટ્ટાવાળા કર્મચારીઓને બઢતી માટે પરીક્ષાની લાયકાત ઉમેરાયા બાદ ઓગસ્ટ ૨૦૨૩માં શાળા વહિવટી કર્મચારી સંઘ દ્વારા સરકારને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ કરાઈ હતી.જેને પગલે સરકારે જુન ૨૦૨૨નો ઠરાવ અમલમા આવ્યા પહેલાના વર્ગ- ૪ના પટ્ટાવાળાઓને ખાતાકીય પરીક્ષા સિવાયની લાયકાતોને આધારે બઢતી આપવાની છૂટ આપી છે.

સરકારના આ નવા ઠરાવમાં કેટલીક શરતો પણ અપાઈ છે. જે મુજબ વર્ગ-૩માં બઢતી માટે ખાતાકીય પરીક્ષા સિવાયની હિન્દી પરીક્ષા તેમજ ટ્રીપલ સી પરીક્ષા સહિતની લાયકાતો પૂર્ણ હોવી જોઈએ. વર્ગ-૨૦૨૨-૨૩ના સેટઅપ મુજબ ખાલી હોય તેવી જુનિયર કારકુનની જગ્યા પર જ ખાતાકીય પરીક્ષા સિવાય બઢતી મળવાપાત્ર રહેશે.સરકારે ખાતાકીય પરીક્ષામાંથી ખાસ કિસ્સામાં મુક્તિ | રાજ્યની ધો. ૯થી૧૨ની ગ્રાન્ટેડ સ્કૂલોના ૧૭૦૦થી વધુ વર્ગ-૪ના પટાવાળા કર્મચારીઓને વર્ગ-૩માં જુનિયર કલાર્ક તરીકેની બઢતીનો લાભ મળશે.