Gujarat University building controversy: ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં જ મુખ્યમંત્રીના હસ્તે જે નવી બિલ્ડિંગ ધ્રુવ કમલ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તે હવે વિવાદોના વમળમાં ફસાયું છે. શિક્ષણના ધામ ગણાતી આ યુનિવર્સિટીના વહીવટી તંત્ર અને એન્જિનિયરિંગ વિભાગની ઘોર બેદરકારીના કારણે કરોડોના ખર્ચે બનેલી આ ઈમારત વિદ્યાર્થીઓ માટે આશીર્વાદને બદલે માથાનો દુખાવો બને તેવી સ્થિતિ સર્જાઈ છે.

ઉદ્ઘાટન પછી યાદ આવ્યું ‘બેઝમેન્ટ બાકી છે’: આશ્ચર્યજનક બાબત એ છે કે બિલ્ડિંગનું લોકાર્પણ થઈ ગયા બાદ તંત્રને ભાન થયું છે કે અહીં તો બેઝમેન્ટ બનાવવાનું જ રહી ગયું છે! પાર્કિંગ અને સ્ટોરેજ માટે અનિવાર્ય એવું બેઝમેન્ટ બનાવ્યા વગર જ ઉતાવળમાં બિલ્ડિંગનું કામ પૂરું કરી દેવાયું છે.

જનતાના ટેક્સના પૈસાનો બગાડ: હવે જો બેઝમેન્ટ કે અન્ય ફેરફારો કરવામાં આવશે, તો બિલ્ડિંગના માળખાને નુકસાન થશે અને સરકારી તિજોરી પર ફરીથી મોટો આર્થિક ભાર આવશે.

“યુનિવર્સિટી સત્તાધીશો માત્ર મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાવીને પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં મૂળભૂત જરૂરિયાતો જ ભૂલી ગયા છે. અધૂરા પ્લાનિંગ અને ભ્રષ્ટાચારની ગંધ આ પ્રોજેક્ટમાં સ્પષ્ટ દેખાય છે. જો ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ જ નહીં બેસી શકે, તો આ બિલ્ડિંગનો શો ઉપયોગ?”

વિદ્યાર્થી સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે કે આ મામલે જવાબદાર આર્કિટેક્ટ અને અધિકારીઓ સામે કડક તપાસ કરવામાં આવે. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનન કરવામાં આવશે