સુરત: વાહન માલિકો અને ડ્રાઈવિંગ લાયસન્સ ધારકો સુધી સેવાઓ અને કાનૂની સૂચનાઓ સમયસર પહોંચાડવામાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે પરિવહન વિભાગે રાજ્યભરમાં ખાસ ‘મોબાઈલ નંબર અપડેટ ડ્રાઈવ’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ડ્રાઈવ ત્રણ મહિના સુધી ચાલશે, જેના દ્વારા લાખો લોકોના મોબાઈલ નંબર VAHAN અને SARATHI ડેટાબેસમાં અપડેટ કરવામાં આવશે.

નોંધનીય છે કે ભાસ્કરે 28 ઓગસ્ટના રોજ ‘વાહન માલિકોનો નંબર અપડેટ નહીં થાય તો વાહન ટ્રાન્સફર સંબંધિત પ્રક્રિયાઓ નહીં કરી શકે’ શીર્ષક હેઠળ સમાચાર પ્રકાશિત કર્યા હતા. હવે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાજ્યોને સૂચના આપી છે કે વાહન માલિકોના મોબાઈલ નંબર ડેટાબેસમાં અપડેટ કરવા, કારણ કે RTOની સેવાઓ અને કાનૂની નોટિસો લોકો સુધી પહોંચી રહી નથી.