Pavagadh: ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. પવિત્ર યાત્રાધામ પાવગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે જતાં ભક્તો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ રોપ-વે 13 દિવસ માટે બંધ રહેશે.

મળતી માહિતી અનુસાર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે સેવા બંધ રહેશે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે. પાવાગઢ ખાતે રોપ વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપની દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આગામી 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે. જેથી 13 દિવસ સુધી રોપ વે બંધ રહેશે. 2 માર્ચથી રાબેતા મુજબ રોપવે કાર્યરત કરવામાં આવશે.


નોંધનીય છે કે, પાવાગઢ ખાતે રોપ વેનું પિરિયોડિક મેઇન્ટન્સ કરવાનું હોવાથી રોપ વે બંધ રાખવામાં આવશે.