સુરતમાં વોટર મેટ્રો શરૂ કરવા માટે અન્ય જરુરી સર્વે સાથે રૂટના વિસ્તારમાં Tapi નદીની ઉંડાઈ કેટલી છે તેની વિગતો કોચીની ટીમે મંગાવી છે. કયા સ્પોટ પર તાપી નદી કેટલી ઉંડી છે તે માટે બાયોમેટ્રીક સર્વે કરાવવો જરુરી છે.
કોચીની ટીમે ઈ-મેઈલ કરી વિગતો મંગાવી: નદીની ઉંડાઈ જાણવા બાયોમેટ્રીક સર્વે કરાવવો પડે
સુરતમાંથી પસાર થતી Tapi નદીમાં કયા પ્રકારે વોટર મેટ્રો કે ફેરી સર્વિસ જેવી સુવિધા શરૂ કરી શકાય? તે અંગેના વિગતવાર અભિપ્રાય પૂર્વે ઘણા સર્વે રેકોર્ડની જરુરી બનશે. હાલમાં જ કોચીની ટીમે સુરત પાલિકાને ઈ-મેઈલ મારફતે જાણ કરીને કહ્યું છે કે, સુરતની તાપી નદી તથા જે ૨૨ કિલોમીટરના વિસ્તારમાં ફ્રુટ સૂચિત છે | તેના આધારે પાલિકા ક્યા પ્રકારનીટ્રાન્સપોર્ટ સુવિધા ઉભી કરવા માંગે છેતેની માહિતી કોચીની ટીમે પાલિકા પાસે માગી છે.
સૌથી મહત્વપૂર્ણ રીવર બેડ લેવલ, પ્રોફાઈલ, સમર ચેનલ વગેરે વિગતો માટે બધી મેટ્રીક સર્વે રિપોર્ટ પાલિકાએ કોચીની ટીમને આપવાનો રહેશે. ટ્રાન્સપોર્ટેશન રૂટ પર નદીની ઊંડાઈ જાણવા તાત્કાલિક બાયોમેટ્રીક સર્વે કરાવવો પડશે. ઈમેઈલ આવતા મ્યુનિ. તંત્ર દોડતું થયું છે.