Bardoli નગરમાં લગ્નની વિધિ કરાવનાર ૩૦ વર્ષના બ્રાહ્મણ યુવાને પરિણીતાને બ્લેકમેલ કરી હોટલમાં બોલાવે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કરવાના મામલે એસીએટી સેલની ટીમે આરોપીની અટક કરી છે.
Bardoli: લગ્ન વિધી કરાવ્યા બાદ ભાવિક પંડયાએ પરિણીતાને હેરાન કરી હોટલમાં બોલાવી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતુ
Bardoli નગરમાં રહેતી યુવતીએ | આંતરજ્ઞાતિ લગ્ન કરવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કર્મકાંડી બ્રાહ્મણનો સંપર્ક | કર્યો હતો. જેમાં ભાવિક જનક પંડયા (ઉ.વ.૩૦,| રહે.સંગીની રેસીડેન્સી, બારડોલી)એ યુવતીના લગ્નમાં ગ્રહ શાંતેકની વિધિ કરી હતી. બાદમાં | ભાવિક પંડયાએ પરિણીતાને ઈન્સ્ટાગ્રામથી મેસેજ કરી હેરાન કરવાનું શરૂ કર્યા બાદ વારંવાર ફોન કરી મળવા બોલાવી હોટલમાં લઈ જઈ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું.
બાદમાં ખેતરમાં ખેંચી જઈ બળજબરીથી દુષ્કર્મ પણ કર્યું હતું. આ અંગે પરિણીતાએ બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ કરી હતી પરંતુ ગુનો ન નોંધાતા ડીએસપી કચેરીએ ફરિયાદ કરી હતી. જેથી બારડોલી ટાઉન પોલીસે ભાવિક પંડ્યા વિરૂધ્ધ બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપીએ હાથ ધરી છે. પોલીસે ભાવિક પંડયાની પૂછપરછ કરી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.