વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને monkeypoxને પગલે જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે પણ એડવાઈઝરી જાહેર કરી છે ત્યારે રાજ્ય સરકારે તાકીદે સમીક્ષા બેઠક યોજી હતી. આ ઉપરાંત એરપોર્ટ પર એલર્ટ જાહેર કરાયુ છે. રાજ્યની હોસ્પિટલોને પણ સજ્જ રહેવા આદેશ કરાયો છે.

monkeypox: હોસ્પિટલોને આઈસોલેશન વોર્ડ તૈયાર કરવા સૂચના, દર્દીને ફોલ્લી થાય તો ધ્યાન રાખવા આદેશ

દુનિયાભરમાં મંકીપોક્સનો ખતરો મંડાયો છે. મંકીપોક્સ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ૧૧૬ દેશમાં મંકીપોક્સના ૯૯ હજારથી વધુ કેસો નોંધાયા છે. જોકે, રાહતના સમાચાર એછેકે, ભારતમાં એકેય કેસ નોંધાયો નથી. આમ છતાંય કેન્દ્ર સરકારે તકેદારીના ભાગરુપે સતર્ક રહેવા સુચના આપી છે. રાજ્ય આરોગ્ય વિભાગ પણ મંકીપોક્સના ખતરાને જોતાં સતર્ક છે.

એલર્ટ રહેવા સૂચના આપી છે જેના પગલે એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલાં લેવાયા છે. અન્ય દેશમાંથી આવનારાં પ્રવાસીઓ પર નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની સૂચનાને પગલે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગે સમીક્ષા બેઠક યોજી તકેદારીના પગલાં લેવા આદેશ કર્યો છે. જરુરી દવાઓ સાથે હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા પણ સૂચના આપવામાં આવી છે. જો દર્દીઓને આરોગ્ય વિભાગના મતે, કેન્દ્ર સરકારે ફોલ્લીઓ થાય તો ખાસ ધ્યાન આપવા એડવાઇઝરી જાહેર કરી તમામ રાજ્યોને આદેશ કરાયા છે.