Rajkot: ગોંડલ ચોકડીથી ચારેક દિવસ પહેલાં વૃદ્ધને રિક્ષામાં બેસાડી રસ્તામાં તેને રિક્ષાનો દરવાજો સરખી રીતે બંધ કરવાનું કહી તેના ખીસ્સામાંથી રૂા. ૧૦,૭૦૦ની રોકડ રકમ તફડાવી લેનાર ગેંગને માલવીયાનગર પોલીસે ઝડપી લેતાં સાતેક બનાવોની કબુલાત આપી છે.

Rajkot: શાપર, મોરબી, ચોટીલા સહિતના વિસ્તારોમાંથી પેસેન્જરોને રિક્ષામાં બેસાડી શિકાર બનાવ્યા હતા

Rajkot: ઝડપાયેલા આરોપીઓમાં હુશેન દાઉદ મલેક (ઉ.વ.૨૮, રહે. શાપર વેરાવળ), કિશન ઉર્ફે કીશો વાંજો મગન પાંભણીયા (ઉ.વ.રર, રહે. શિવનગર શેરી નં.૪, જૂના માર્કેટ યાર્ડ પાસે) અને હિનાબેન શરીફ ડોસાણી (ઉ.વ.ર૬, રહે. ભગવતીપરા શેરી નં.૪)નો સમાવેશ થાય છે. આ ગેંગ વિશે ચોકકસ બાતમી મળ્યા બાદ પીઆઈજે.આર. દેસાઈઅને પીએસઆઈએસ.એ. સિન્ધીએ પુનિતનગર પાણીના ટાંકા પાસેથી ઝડપી લઈ રોકડા રૂા. ૧૦,૭૦૦ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી લાલ-પીળા કલરના હુડવાળી રિક્ષા કબજે કરી હતી.

Rajkot: પુછપરછમાં ઝડપાયેલી ટોળકીએ સાતેક દિવસ પહેલાં શાપર-વેરાવળ જતાં કલ્પવન પાસેથી વૃદ્ધના ખીસ્સામાંથી રૂા.૩૦૦૦ની, ત્રણેક દિવસ પહેલાં મોરબી અને ટંકારા વચ્ચે વૃદ્ધના ખીસ્સામાંથી રૂા. ૧૫ હજારની, વીસેક દિવસ પહેલાં ચોટીલા લીમડી વચ્ચેથી વૃદ્ધના ખીસ્સામાંથી રૂા.૨૦૦૦ની, ત્રણેક દિવસ પહેલાં હોસ્પિટલ ચોકમાંથી એક પેસેન્જરને બેસાડી તેના ખીસ્સામાંથી રૂા.૩ હજારની, ત્રણેક દિવસ પહેલાં જ એસટી બસ સ્ટેન્ડ પાસેથી એક પેસેન્જરને બેસાડી તેના ખીસ્સામાંથી રૂા.ર હજારની અને વીસેક દિવસ પહેલાં ધોરાજી હાઈવે ભુખી ગામની

ચોકડી પાસેથી એક પેસેન્જરને બેસાડી તેના ખીસ્સામાંથી રૂા.૩ હજારની ચોરી કર્યાની કબુલાત આપી છે. આરોપી કિશન અગાઉ આ જ પ્રકારના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે. જયારે હુશેન સામે પોરબંદરમાં અંગ્રેજી દારૂના ૬ ગુના નોંધાયેલા છે. જયારે ક્રાઈમ બ્રાંચે પણ એક રિક્ષા ગેંગના સભ્યને ઝડપી લઈ બાકીના ત્રણ સભ્યોની શોધખોળ શરૂ કરી છે. જલારામસોસાયટી-રમાં આવેલા ગંગોત્રીએપાર્ટમેન્ટમાં રહેતા રસીલાબેન માકડીયા(ઉ.વ.૬૫) ગઈ તા.૧૫ ઓગષ્ટના રોજપાડોશી મીનાબેન સાથે સોની બજારમાં હવેલી બાલકૃષ્ણની હવેલીએ દર્શન કરવા માટે રિક્ષામાં બેઠા હતા ત્યારે રિક્ષાગેંગે રસ્તામાંથી તેમના હાથમાંથી રૂા. ૪૫ હજારની કિંમતની બંગડી તફડાવી લીધી હતી.

ક્રાઈમ બ્રાંચે આ રિક્ષા ગેંગના સભ્ય મુન્ના ઉકાભાઈ (ઉ.વ.૩૩, રહે. હાલ ગણેશનગર મફતિયાપરા, નવાગઢ)નેઝડપી લઈ તેની પાસેથી રોકડા રૂા.૪,૯૦૦, એક મોબાઈલ ફોન અને ગુનામાં ઉપયોગમાં લીધેલી રિક્ષા સહિત કુલ રૂા.૬૯૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં પરેશ સોલંકી, તેની પત્ની માલાબેન અને ભત્રીજાના નામ ખુલતાં આ ત્રણેયની ક્રાઈમ બ્રાંચે શોધખોળ શરૂ કરી છે.