Jetpurમાં ઓટો રિક્ષામાં વૃધ્ધ મહિલા પેસેન્જરોને બેસાડી સોનાના દાગીનાની ચોરી કરતી તસ્કર ટોળીને પોલીસે દબોચી લઈ રૂા. ૬ 5 રૂા. ૬૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ તસ્કર ત્રિપુટીને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવી છે.
Jetpur: વૃધ્ધ મહિલા મુસાફરોને રિક્ષામાં બેસાડીને સિફ્તપૂર્વક સોનાનાં દાગીના સેરવી લેતા હતા, બે સાગરીતોની શોધખોળ
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે Jetpurમાં વૃધ્ધ મહિલા પેસેન્જરોને રિક્ષામાં બેસાડી ચાર શખ્સોએ આ વૃધ્ધ મહિલાએ હાથમાં પહેરેલ રૂા.૬૦ હજારની કિંમતની સોનાની બંગડીની ચોરી કરી હતી. આ અંગેની ફરીયાદ જેતપુર સીટી પોલીસમાં દાખલ થવા પામી હતી. આ બનાવમાં સીટી પોલીસને મળેલી બાતમીના આધારે તેઓએ આરોપીઓ મુન્ના ઉકાભાઈ મકવાણા અને રાકેશ અશોકભાઈ રાજાણી નામના બે શખ્સોને શોધી કાઢી પૂછપરછ કરતા આ બન્ને શખ્સોએ ગુનાની કબુલાત તેઓની આપતા અટકાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત આ ઘટનામાં ચોરીનો મુદામાલ હોવાનું જાણતો હોવા છતાં પોતાના આર્થીક ફાયદા માટે મુદામાલ ખરીદી ક્રેનાર સહ આરોપી અમર રમેશભાઈ ડાભીને પણ પોલીસે શોધી કાઢી મુદામાલરીકવર કરી આ ત્રણેય આરોપીને બે દિવસના રીમાન્ડ પર લેવામાં આવેલ છે. જયારે આ બનાવમાં પરેશ સોલંકી અને ઉમેશભાઈ નામના અન્ય આરોપીઓને પણ દબોચી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે