Rajkotમાં વેપારીઓ સાથે ૨.૨૮ કરોડની ચાંદી સહિત કુલ રૂ.ર.૮૯ કરોડની છેતરપિંડીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ આરોપી કેતન ઉર્ફે વાસુ સુરેશ ઢોલરીયા (ઉ.વ.૩૭)ને પેરોલ ફર્લો સ્કવોડે ઉત્તરાખંડના રૂદ્રપુર જીલ્લાની એક હોટલમાંથી ઝડપી લીધો હતો. ઉત્તરાખંડના રૂદ્રપુર જિલ્લાની હોટલમાંથી પોલીસે સકંજામાં લીધો
Rajkot: આરોપી કેતન વિરૂધ્ધ રૂા.૨.૨૮ કરોડની ચાંદીની છેતરપિંડી અંગે બી-ડિવીઝન પોલીસ મથકમાં ૨૦૨૩માં ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત ૨૦૧૯ની સાલમાં ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડી, બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવો, ગુનાઈત કાવત્રા સહિતની કલમો હેઠળ બે ફરિયાદ નોંધાઈ હતી. આ રીતે કુલ રૂા.૨.૮૯ કરોડની છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતો.
તાજેતરમાં તેના વિશેપેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળતાં ઉત્તરાખંડના રૂદ્રપુર જીલ્લાની એક હોટલમાં છાપો મારી તેને ઝડપી લીધો હતો. તે છેલ્લા ઘણાં સમયથી ઉત્તરાખંડમાં જુદા-જુદા સ્થળોએ રહેતો હતો. રાજકોટમાં અગાઉ તે કુવાડવા રોડપરના સદગુરૂ ગેટ નં.૨, અમૃત પાર્ક શેરી નં. ૧ સહિતના વિસ્તારોમાં રહેતો હતો. હવે તેનો બી-ડિવીઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચ તબકકાવાર કબજો લેશે.