રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને હજી પણ કોઇ ભૂલી શક્યું નથી. પરંતુ આ ઘટનાને આજે એક મહિનો પૂરો થઇ ગયો છે. ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજકોટ TRP ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું હતું, જેમા મૃતકોના પરિવાર પણ જોડાયા હતા.

મળતી માહિતી અનુસાર આજથી એક મહિના પહેલા રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો મોત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને પીડિત પરિવારોને ન્યાય મળે તે હેતુથી કોંગ્રેસે આજે બંધનું એલાન આપ્યુ છે. રાજકોટ TRP ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે પણ કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધની જાહેરાત કરવામાં આવી છે.

25 મે 2024ની તારીખને રાજકોટના લોકો તો ક્યારેય ભુલી નહીં શકે. TRP ગેમઝોનની આગમાં જે હોમાઈ ગયા. તેમના પરિવારજનો પણ ક્યારેય નહીં ભુલે. અગ્નિકાંડને એક મહિનો થયો, ત્યારે હવે રાજનીતિ આ મુદ્દે હવા પકડી રહી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ શનિવારે અગ્નિકાંડના પીડિતો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી અને મુદ્દો સંસદમાં ઉઠાવવાનું પણ આશ્વાસન આપ્યું હતું.

જ્યારે બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે, આ રાજનીતિનો નહીં માવતાનો સાથ આપવાનો સમય છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ કે અત્યાર સુધી માત્ર માત્ર નાની માછલીઓને ન પકડી છે. જવાબદાર સામે કાર્યવાહી કરો.