Rajkot: જંગલેશ્વર વિસ્તારમાં આજે એસઓજીએ રે એક મકાનમાં દરોડો પાડી ૫૧ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. ભક્તિનગર પોલીસને અંધારામાં રાખી એસઓજીએ આ કામગીરી કરી હતી. ક્વોલિટી કેસ હોવાથી નિયમ મુજબ હવે ભક્તિનગર પોલીસ સામે ઇન્કવાયરી કરાશે.

Rajkot: ક્વોલિટી કેસ હોવાથી નિયમ મુજબ ભક્તિનગર પોલીસ સામે ઈન્કવાયરીનો આદેશ કરાશે : શહેરમાં માદક પદાર્થોનું દૂષણ મોટાપાયે ફૂલ્યુંફાલ્યું છે

Rajkot: એસઓજીના નવનિયુક્ત પીઆઈ સંજયસિંહ જાડેજાએ મળેલી ચોક્કસ ભાતમીના આધારે સ્ટાહના માણસો સાથે આજે બપોરે જંગલેશ્વર-૭માં આવેલા એક મકાનમાં દરોડો પાડી ત્યાંથી ૫૧ કિલો ૮૬૦ ગ્રામ ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતાં. એસઓજીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને શખ્સોના નામ રફીક પુસુફ જુણેજા (ઉ.૩૫, રહે. જંગલેશ્વર-૧૬, ભાડાનાં મકાનમાં) અને અસ્લમ ગુરુ શેખ (ઉ.૨૧, રહે. જંગલેશ્વર-દ, ભાડાની ઔરડી) છે.

જેનું મકાન છે તેના વિશે તપાસ ચાલી | રહી છે. પ્રાથમિક તપાસમાં બંને શખ્સો છેલ્લા એકાદ વર્ષ કરતાં વધુ સમયથી ગાંજાનો વેપલો કરતા હોવાની બાતમી મળી છે. સ્થળ પરથી ગાંજો ઉપરાંત રોકડ અને મોબાઇલ વગેરે મળી ફા. ૫.૨૯ લાખનો અંદાજિત મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બંને શખ્સોએ બાચકામાં ગાંજાનો જથ્થો છુપાવીને રાખ્યો હતો.

બંને શખ્સો કોને ગાંજો વેચતા હતા. ખરેખર કેટલા સમયથી ગાંજાનો વેપલો કરે છે. સપ્લાયરો કોશ છે. સહિતની દિશાઓમાં એસઓજીએ તપાસ શરૂ કરી હતી. ૫૧ કિલો જેટલી ગાંજો મળી આવતાં શહેરમાં માદક પદાર્થોનું દુષણ કેટલી હડે વિસ્તરી ગયું છે તેની વધુ એક વખત પૂરાવો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે હજુ ગઈકાલે રાત્રે એસઓજીએ ગાંધીગ્રામના ભારતીનગર વિસ્તારમાંથી એક દીક્ષા ચાલકને ? કિલો ગાંલ સાથે ઝડપી લીધી હતી. ૨૪ કલાકમાં ગાંજનો આ બીજો દરર્શાવે છે.