Rajkot ભગવતીપરાના જયપ્રકાશનગર શેરી નં. ૧માં રહેતા રિક્ષા ચાલક સમીરશા ઈકબાલશા શાહમદાર (ઉ.વ.૨૯)ને બી ડીવીઝન પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. પિસ્તોલ આપનાર તરીકે મૃત વ્યક્તિનું નામ ખૂલ્યું છે.
Rajkot: ભગવતીપરાના એક શખ્સે હથિયાર અને કાર્ટિસ સાચવવા આપ્યાનું આરોપીનું રટણ
Rajkot શહેરમાં મોટાભાગે ગેરકાયદે | હથિયારો એસઓજી અગર તો ક્રાઈમ બ્રાંચ પકડતી હોય છે. સ્થાનિક પોલીસ ક્યારેક જ હથિયારો પકડતી હોય છે. બી ડીવીઝન પોલીસ સ્ટેશનના જમાદાર ક્રિપાલસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ રાજદીપભાઈ પટગીરને મળેલી બાતમીના આધારે ભગવતીપરાથી બેડી | ચોકડી તરફ જતા રસ્તા પરથી સમીરશાને દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવતા કાર્ટિસ સાથે ઝડપી લેવાયો હતો. પ્રાથમિક તપાસમાં એવું ખૂલ્યું છે કે
સમીરશાને ભગવતીપરામાં જ રહેતા એક શખ્સે ચાર વર્ષ પહેલા પિસ્તોલ અને કાર્ટિસ સાચવવા આપ્યા હતા. તે વખતે તે શખ્સ રાજસ્થાન ફરવા ગયો હતો. પરત આવ્યા બાદ તેને સમીરશાએ પિસ્તોલ અને કાર્ટિસ લઈ જવાનું બે-ત્રણ વખત કહ્યું હતું. પરંતુ દર વખતે તે શખ્સ જુદા-જુદા બહાના બતાવતો હતો.
આ દરમિયાન ત્રણેક વર્ષ પહેલા તેનું મૃત્યુ નિપજતાં હથિયાર અને કાર્ટિસ સમીરશા પાસે રહી ગયા હતા તેમ તેનું કહેવું છે. જેમાં કેટલું તથ્ય છે તે અંગે બી ડીવીઝન પોલીસે તપાસ જારી રાખી છે.