Rajkot: તા.૭ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસથી તા. ૧૭ સુધી ૧૧ દિવસ સૌરાષ્ટ્રમાં આશરે પાંચ હજારથી વધુ સ્થળે જાહેર ગણેશોત્સવ માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે આજે Rajkot પોલીસ કમિશનર બ્રિજેશ ઝાએ આ અન્વયે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. છેલ્લા દિવસોમાં જાહેર થયેલ આ જાહેરનામામાં અગાઉની જેમ મૂર્તિની ઉંચાઈ માટે કે પી.ઓ.પી.ની પ્રતિમા અંગે કોઈ ચોખવટ કરાઈ નથી પરંતુ, વિસર્જન પૂર્વે હાર,ફૂલ, વસ્ત્રો, શણગાર વગેરે દૂર કરવા તેમજ સિન્થેટીક લાઈનર વાપરવા સહિતના નિયમો મુકવામાં આવ્યા છે.

Rajkot: સિન્થેટીક લાઈનર ફરજીયાત જે વિસર્જન બાદ બહાર કાઢવાનું રહેશે, ઘોંઘાટ સર્જવા કે ફિલ્મી ગીત વગાડવા પર પ્રતિબંધ

રાત્રિના ૧૨થી તા.૧૮ની રાત્રિના ૧૨ સુધી અમલમાં રહેનાર આ જાહેરનામા મૂજબ (૧) ગણેશ વિસર્જનના સરઘસ માટે પૂર્વ મંજુરી લેવાની રહેશે (૨) આજી ડેમ ઓવરફ્લો પાસે ૩, પાળ ગામ પાસે ન્યારાના પાટિયા પાસે, વાગુદડના પાટિયા પછીના પૂલ નીચે કાલાવડ રોડ, આજી ડેમ પાસે રવિવારી બજારવાળુ ગ્રાઉન્ડ એમ ૭ સ્થળો પૈકીના કોઈ સ્થળે જ વિસર્જન થઈ શકશે (૩) વિસર્જનની જગ્યાએ તળાવો,ખાણ,નદીમાં સિન્થેટીક લાઈનર (કપડું) ગોઠવવાનું રહેશે અને વિસર્જનના ૪૮ કલાક (બે દિવસ) બાદ બહાર કાઢવાનું રહેશે તથા ફટકડી નાંખવાની રહેશે (૪) વિસર્જન યાત્રા દરમિયાન આવતા જતા રાહદારીઓ લોકો પર રંગ છાંટી શકાશે નહીં (૫) ગણેશોત્સવ સ્થળે ધ્વનિ પ્રદુષણ નિયંત્રણનું ધ્યાન રાખવાનું રહેશે, અર્થાત ઘોંઘાટ પર પ્રતિબંધ. વોલ્યુમ ધીમું રાખવાનું. (૫) ગણેશ વિસર્જન બાદ એક દિવસ કરતા વધુ સમય મંડપ રાખી શકાશે નહીં. (૬) વિસર્જીત થયેલી મૂર્તિને કોઈ પણ ઈસમો દ્વારા બહાર કાઢી શકાશે નહીં ! (૭) ધાર્મિક લાગણી, સદભાવના જળવાયઅને જાહેરમાર્ગ પર ટ્રાફિકને અડચણ ન તેનું ધ્યાન રાખવાનું વગેરે નિયમો

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જાહેર ગણપતિ ઉત્સવ ઉપરાંત ઘરે ઘરે ગણપતિ સ્થાપન થતા હોય છે. જે કે માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી તેનું ઘરમાં જ કુંડામાં વિસર્જન કરીને પર્યાવરણની સાથે ગણેશજીની પ્રતિમાની પવિત્રતા જાળવવાનું વલણ વધી રહ્યું છે.