Rajkotમાં પોલીસ દ્વારા રાત્રે ૮થી ૧૦ વાગ્યા દરમિયાન 1 જ ફટાકડા ફોડી શકાશે, વળી આ ફટાકડા ગ્રીન જ હોવા જોઈએ, વધુ અવાજ કરે તેવા નહીં અને આ માટે ૧૨૫ ડેસીબલનો અવાજ એવા અનેક પ્રતિબંધો લાદ્યા હતા પરંતુ, ટ્રાફિક નિયમન, વાહન ચેકીંગની જેમફટાકડાના નિયમોના અમલમાં પણ સુસ્તી રહેતા રાત્રિના આશરે ત્રણ વાગ્યા સુધી ધૂમ ધડાકા સાથે ફટાકડા ફૂટતા રહ્યા હતા. ફટાકડાથી થતો ધુમાડો એટલો તીવ્ર હતો કે વિઝિબિલિટી સાવ ઘટી ગઈ હતી અને રસ્તે પસાર થનારા ફટાકડા શોખીનોએ કોરોના કાળ સહિત પાછલા વર્ષોનું એક વર્ષમાં સાટું વાળી દીધું
Rajkot: લોકોએ એક તો ટ્રાફિક જામને કારણે, બીજી તરફ રસ્તા પર ફૂટતા ફટાકડાથી દાઝી ોન જવાય તેનું હું ધ્યાન રાખીને ઉભુ રહેવું પડતું ત્યારે આંખે બળતરા થાય એવા ધુમાડાથી સામેના દ્રસ્યો જોવા પણ મૂશ્કેલ બનતા હતા. જાણે કે અગાઉ કોરોના કાળ સહિત વર્ષોનું સાટુ વાળતા હોય તેમ એક સાથે વધુ ફટાકડા ફૂટ્યા હતા. ધમધમતા રસ્તા ઉપર પણ ફટાકડા ફૂટતા નજરે પડ્યા હતા. પરંતુ પેલસે સંયમને બદલે સુસ્તી રાખીને કોઈને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો નથી. ફટાકડાના કારણે હિંસક મારામારી પણ થઈ છે.