Rajkot રાજ્યભરમાંથી બોગસ તબીબો ઝડપાવવાનો સીલસીલો યથાવત રહ્યો છે. રાજકોટ નજીકના ખોરાણા ગામમાંથી પણ એસઓજીએ ધો. ૧૨ પાસ નકલી તબીબ હિરેન મહેશભાઈ કાનાબાર (ઉ.વ.૩૯)ને ઝડપી લીધો છે.
Rajkot આરોપી એક વર્ષ પહેલાં પણ ઝડપાયો હતો, રૂા. ૨૦ હજારનો મુદ્દામાલ કબ્જે
ચોંકાવનારી વાત એ છે કે હિરેનને ૨૦૨૩ની સાલમાં પણ એસઓજીએ ઝડપી લીધો હતો. આમ છતાં આ કાર્યવાહીનો કોઈ ફરક પડ્યો ન હોય તેમ તેણે ફરીથી ડોક્ટર તરીકેની પ્રેકિટસ શરૂ કરી દીધી હતી. તે મોરબી રોડજકાતનાકા પાસે અક્ષરધામ સોસાયટી શેરી નં.૪માં રહે છે.
એસઓજીને ચોક્કસ બાતમી મળતા ખોરાણા ગામે રામજી મંદિર પાસે આવેલ ધ્વનિ ક્લિનિકમાં દરોડો પાડી હિરેનને ઝડપી લીધો હતો. તેની ક્લિનિકમાંથી એસઓજીએ હોસ્પિટલના જુદા-જુદા સાધનો, એલોપેથિક દવાઓ, ઈન્જેક્શનો અને રોકડ રકમ રૂા. પર૦ મળી કુલ રૂા. ૨૦,૫૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તેના વિરૂધ્ધ એસઓજીએ કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી તપાસ આગળ ધપાવી છે.