Rajkot, નવાગામમાં દિવેલીયાપરા નજીક આવેલા ઈટોના ભઠ્ઠામાં કામ કરતાં પિતરાઈ ભાઈ-બહેને ઝાડ સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી. કુવાડવા રોડ પોલીસે બંનેને પોતાનો પ્રેમસંબંધ | પરિવારજનો અને સમાજ નહીં સ્વીકારે તેવો ડર લાગતાં આ પગલું ભરી લીધાની શકયતા દર્શાવી છે.

Rajkot: મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જીલ્લાના ૧૦ ભાઈ-બહેનના પરિવારમાંથી ત્રણ ભાઈઓનો પરિવાર છેલ્લા દસેક માસથી દિવેલીયાપરા નજીક આવેલા ઈટોના ભઠ્ઠામાં કામ કરી ત્યાં જ રહે છે. જેમાંથી સતિષ બાબુભાઈ બારીયા (ઉ.વ.૧૬) અને તેની પિતરાઈ બહેન સુજીલા રતનભાઈ બારીયા (ઉ.વ.૧૭) ગઈકાલે રાત્રે ગાયબ થઈ ગયા હતા. નજીક જ આવેલા લીમડાના ઝાડ સાથે દોરી બાંધી લટકતા મૃતદેહો મળી આવ્યા હતા. જેની જાણ થતાં પરિવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. કોઈએ જાણ કરતાં ૧૦૮નો સ્ટાફ પહોંચ્યો હતા અને બંનેને મૃત જાહેર કર્યા હતા.

જાણ થતાં કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઈ એન.આર.વાણીયા સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ પર જરૂરી કાર્યવાહી કર્યા બાદ બંનેના મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે સિવીલમાં ખસેડયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બંનેના પરિવારજનોને સંબંધ અંગે કોઈ જાણ નથી. પરંતુ એવુ લાગે છે કે પોતાનો પ્રેમસંબંધ પિતરાઈ ભાઈ-બહેન હોવાને કારણે પરિવારજનો અને સમાજ નહીં સ્વીકારે તેમ લાગતાં બંનેએ આત્મઘાતી પગલું ભરી લીધું છે.. ત્યાર પછી આજે બંનેના ઈટોના ભઠ્ઠા । રાત્રે લાપત્તા બની ગયા બાદ સવારે બંનેના મૃતદેહો મળી આવ્યા