Rajkot: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનાં ૯ સભ્યોમાંથી ૭ સભ્યો બિન હરિફ જાહેર થયા બાદ આગામી તા.૨૪ સપ્ટે.ના રાજ્યના તમામ જિલ્લામાં યોજાનાર બે બેઠકની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. સરકારી શિક્ષક અને સંચાલક મંડળની એક એક બેઠક ઉપર ચૂંટણી લડતા ઉમેદવારો પોતાની રીતે મતદારોને રીઝવવાનાં પ્રયાસો સાથે પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બીજી બાજુ ચૂંટણી સંદર્ભે મતદાન મથકો ફાઈનલ કરી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ઇલેક્શન પ્લાન્ટની વિગતો આજે બોર્ડને સુપ્રત કરવામાં આવી હતી.

Rajkot: સરકારી શિક્ષક અને સંચાલક મેંડળ સંવર્ગની બેઠકમાં ચૂંટણી લડતા ૭ ઉમેદવારોઃ | રાજકોટ જિલ્લામાં કુલ ૬૫૭ મતદારો માટે ત્રણ મતદાન મથક ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર

માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યોની પસંદગી માટે તા.૨૪નાં આયોજિત ચૂંટણીની વિગતોના સંદર્ભમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં સરકારી શિક્ષકોનાં સંવર્ગમાં ૧૯૦ જ્યારે સંચાલક મંડળ સંવર્ગમાં ૪૬૭ મળી કુલ ૬૫૭| મતદારો માટે રાજકોટ જિલ્લામાં ત્રણ સ્થળોએ મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં રાજકોટમાં વિરાણી હાઇસ્કૂલ ખાતે રાજકોટ ઉપરાંત લોધિકા અને પડધરીના મતદારો મતદાન કરશે. ગોંડલની મોંઘીબા ગર્લ્સ હાઇસ્કૂલમાં | ગોંડલ ઉપરાંત કોટડા સાંગાણી, જેતપુર, ઉપલેટા અને ધોરાજીનાં જ્યારે મોડેલ સ્કુલ જસદણમાં અને વીંછીયાના મતદારો માટે મતદાન મથકો ઉભા કરવામાં આવશે. બેલેટ પેપરથી મતદાન થશે. સરકારી | શિક્ષકોમાં સંવર્ગમાં ૪ જ્યારે સંચાલક | મંડળના સંવર્ગમાં ૩ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. મતદાનના દિવસે રાજકોટ શહેર અને જિલ્લાની ગ્રાન્ડેટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા રહેશે.

ચૂંટણી સંદર્ભે દરેક મતદાન મથકના પ્રિસાઇડિંગ ઓફિસર સહિતનાં સ્ટાફની નિમણુંક કરી દેવામાં આવી છે. આગામી સપ્તાહમાં ચૂંટણી સાહિત્ય દરેક જિલ્લાને મોકલવામાં આવશે.