રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં ખુલાસા પર ખુલાસા થઇ રહ્યા છે. જેમા 27 લોકો જીવતા ભૂંજાયા. આગકાંડ બાદ હવે માલિક અને કોર્પોરેટર એકબીજા પર નવા આરોપ લગાવી રહ્યા છે. રાજકોટ મનપાના અધિકારીઓની સંડોવણી બાદ પદાધિકારીઓની પણ સંડોવણીઓ ખુલી છે. ભાજપના જ કોર્પોરેટરે રૂપિયા લઈ ગેમઝોનનું ડિમોલિશન અટકાવ્યું હતું તેવો આરોપ યુવરાજ સિંહે લગાવ્યો હતો જે બાદ હવે ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, અડધું રાજકોટ ગેરકાયદેસર છે. તે
એક વર્ષ પહેલા જ ટીઆરપી ગેમઝોનનું બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ખુલાસો કર્યો છે. ગેમઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકીએ ખુલાસો કર્યો કે ભાજપના જ કોર્પોરેટરે ગેમઝોનનું ડિમોલિશન અટકાવ્યું હતું. સપ્ટેમ્બર 2023માં આગ લાગી ત્યારે કોર્પોરેટરોનો સંપર્ક કરાયો હતો. ત્યારે ભાજપના કોર્પોરેટરે દોઢ લાખ રૂપિયા લઇને ડિમોલિશન અટકાવ્યું હતું. ઈમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા ભલામણ કરવામાં આવી હતી. અધિકારીઓએ જાણકારી આપવાનો ઈન્કાર કર્યો હતો.
જોકે, હવે આ મામલે કોર્પોરેટર નીતિન રામાણીએ ખુલાસો કરતા જણાવ્યું છે કે યુવરાજ સિંહ અને પ્રકાશ મળવા આવ્યા હતા. તેમજ ટાઉન પ્લાનિંગ અને સાચુ બાંધકામ હોય ત્યાં વહીવટ થાય છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે મેં માત્ર ઇમ્પેકટ ફી મામલે નીરવ વરુ નામના આર્કિટેકને ભલામણ કરી હતી. ગેરકાયદેસર બાંધકામને કાયદેસર માટે ઇમ્પેકટ ફી ભરવા મદદ કરી હતી.