Rajkot: ૨૦૧૭ની સાલમાં રૂા.૬૫૦૦ની લાંચ લેતા ઝડપાયેલા લોધિકા મામલતદાર કચેરીના કલાર્કનિલેશ અમરશીભાઈ ઘાસોટીયા (ઉ.વ.૫૧)ને રાજકોટની ખાસ અદાલતના જજ વી. કે. ભટ્ટે તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા ફરમાવી હતી. રાજકોટની ખાસ અદાલતનો ચૂકાદો, રૂા.૨૫ હજારનો દંડ ભરવા પણ હુકમ આ કેસની વિગત એવી છે કે ફરિયાદી જગદિશભાઈ ચોવટીયાને ૨૦૧૭માં ગોંડલની કોર્ટમાં જામીનદારનું સોલ્વશી સર્ટિફિકેટ રજૂ કરવાનું હતું.
Rajkot: જે કઢાવવા માટે લોધિકા મામલતદાર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા આરોપીનો સંપર્ક કરતાં તેણે રૂા. ૧૦ હજારની લાંચ માગી હતી. રકઝકના અંતે રૂા.૬૫૦૦માં કામ કરવા તૈયાર થયો હતો. ગઈ તા.૧૪-૧૧-૨૦૧૭ના રોજ ટ્રેપના દિવસે આરોપી આત્મીય કોલેજમાં ટ્રેનિંગમાં હતો. આરોપીની સુચના મુજબ ફરિયાદી આત્મીય કોલેજે પહોંચ્યા હતા અને આરોપીને રકમ લઈ જવા કોલ કરતાં આરોપીએ આત્મીય કોલેજની બહાર આવી લાંચની રકમ સ્વીકારતા જ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
બંને પક્ષોની દલીલો-રજૂઆતો બાદ પુરાવાતપાસી અદાલતે આરોપીનેતક્સીરવાન ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા ઉપરાંત રૂા.૨પ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. આકેસમાંસરકાર પક્ષ તરફથી જીલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા રોકાયેલા હતા.