Rajkot : કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ખાસ તપાસ શરૂ કરાઈ છે. છેલ્લાં ત્રણ દિવસમાં પોલીસે 52 જેટલા નાગરિકોની શંકાસ્પદની તપાસ શરૂ કરી હતી. શહેરના અનેક વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. ત્યારે શહેરના ગુજરાતી વાડી વિસ્તારમાંથી એક બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી. પોલીસે ડિટેઇન કરી તપાસ હાથ ધરી છે
પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ શહેરના ગુજરાતી વાડીના જુમખાના મેદાન પાછળ આવેલ દિનેશભાઈ ખોડાભાઈ પાઘડાર સાથે રુકસાના બેન નામની મહિલા કોઈ પણ પ્રકારના વિઝા કે સરકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે રહેશે તેવી હકીકત મળતા પોલીસે ખાનગી રહે તપાસ કરતા રુકસાનાબેન ડૉ/ઓફ મહંમદ સદરૂદિન મોહમ્મદ ગુલામમિયાં રહે. મોહલા હરિશંકરપુર વિસ્તાર થાણા, જિંનદેહ બાંગ્લાદેશ નામની મહિલા ભારતમાં ઘૂસણખોરી કર્યાનું ખુલાસો થયો હતો.
તપાસમાં મહિલા ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતી હતી,મહિલા પાસેથી ભારતીય રહેવાસી ના પુરાવા મળી ન આવેલું હોય તેમ જ મહિલા પાસેથી બાંગ્લાદેશનું ચૂંટણી પંચ નું મતદાર ઓળખ મળી આવતા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકની નજરે નજર કેદ કરી કાર્યવાહી છે તે આરંભી છે.
આ પણ વાંચો..
- Junagadh : ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો ખાલી કરાવવા 59 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પડાયા
- Vadodara : 14 બાંગ્લાદેશીઓના નામ FIP પર મુકાશે
- ગંગોત્રી-યમુનોત્રી કપાટ ખુલ્યા, ચારધામ યાત્રા શરૂ… See Video
- આજે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ Vs પંજાબ કિંગ્સનો જંગ
- ભારતીય સેનાએ LoC પર પાક. ઉશ્કેરણીનો વળતો જવાબ આપ્યો